Western Times News

Gujarati News

ભિલોડામાં મેહુલીયો મોજમાં, આસો માસમાં અષાઢી માહોલ સર્જાયો

(પ્રતિનિધિ) ભિલોડા, હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ યથાવત રહેતા ખેડુતો ભારે ચિંતામાં મુકાયા છે.વરસાદે નવરાત્રીમાં વિઘ્ન ઉભું કરતા એકદંરે ખેલૈયાઓનો ઉત્સાહ ઘટ્યો છે.એકદંરે હવામાન વિભાગની આગાહી મુજબ આવતી કાલથી વરસાદનું જાર ઘટી જશે તેવી પ્રબળ શક્યતા છે.હાલના તબક્કે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સાર્વત્રીક વરસાદ દરમ્યાન વિવિધ નવરાત્રીના સ્થળોએ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં મેહુલીયો મોજમાં હોઈ આસો માસ દરમ્યાન અષાઢી માહોલ સર્જાયો છે ત્યારે નવલી નવરાત્રી મંડળના આયોજકો, ખેલૈયાઓ, ગરબા રસીકો, ખેડુતો, વેપારીઓ ચિંતાતુર છે.

 

ભારે વરસાદની આગાહી વચ્ચે અવિરતપણે વરસાદી માહોલ યથાવત રહેતા ખેલૈયાઓની મોજ અને મજા તો બગડી જ છે પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે ખેડુતોના ખેતરોમાં લહેરાતા પાકને પણ નુકશાનની ભીતી સેવાઈ રહી છે.આસો માસ દરમ્યાન અષાઢી માહોલ સર્જાતા ખેડુતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.ભિલોડા તાલુકામાં ચોમાસાની સિઝન દરમ્યાન આજ દિન સુધીમાં ૮પ૬ મી.મી. થી વધુ વરસાદ નોંધાયો છે. ચોમાસા દરમ્યાન સાર્વત્રીક મેઘમહેરના કારણે ઠેર-ઠેર માર્ગો બિસ્માર હાલતમાં હોઈ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. *


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.