ભિલોડામાં હાથમતી નદી કિનારે ૯૪ લાખના ખર્ચે વિકાસ પથનું ખાતમુહૂર્ત કરાયું

(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે હાથમતી નદી કિનારે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર પાસે વિકાસ પથનું ખાતમુહૂર્ત કરાયું હતું.ભિલોડા ગ્રામ પંચાયત કચેરીના સરપંચ અંબિકાબેન ગોરધનભાઈ ગામેતી,ડે.સરપંચ ભીખાભાઈ પટેલ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા ? ૯૪ લાખના ખર્ચે વિકાસ પથનું ખાતમુહૂર્ત કરાયું છે.
અરવલ્લી જીલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ,આદિજાતી નિગમના ડિરેક્ટર પી.સી.બરંડા,પુર્વ સંગઠન મંત્રી, પ્રભુદાસભાઈ પટેલ,ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાંતિલાલ પટેલ,અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય નીલાબેન મડીયા, રસીકાબેન ખરાડી,
ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ તરલીકાબેન બંકિમચંદ્ર તબીયાર,ભિલોડા તાલુકા પંચાયત સદસ્યો ધનજીભાઈ નિનામા,લક્ષ્મીબેન ગામેતી,નવિન ચુંટાયેલા સરપંચ મુકેશભાઈ ત્રિવેદી,પુર્વ સરપંચ ભીખાભાઈ ભાટીયા, મનોજભાઈ પટેલ,સામાજીક કાર્યકર રામઅવતાર શર્મા, કીર્તિભાઈ બારોટ, મુકેશભાઈ મહેતા,
રામસિંધભાઈ ઓડ,બલભદ્રસિંહ ચંપાવત, અમિતભાઈ ત્રિવેદી, ગીરીશભાઈ ઉપાધ્યાય, ભરતભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.ભિલોડા ગ્રામ પંચાયત કચેરી તલાટી કમ મંત્રી કૃપાબેન પટેલ અને વહીવટી તંત્રના સ્ટાફ પરીવારની ઉપસ્થિતિમાં વિકાસ પથનું ખાતમુહૂર્ત કરાતા પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી.