ભિલોડામાં ૨૯ વર્ષીય મહિલા પો.કર્મીએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન
હિમતનગર: રાજ્યમાં એક પછી એક પોલીસકર્મીના આપઘાતના બનાવ સામે આવી રહ્યા છે. અમદાવાદ બાદ હવે અરવલ્લી જિલ્લામાં મહિલા પોલીસકર્મીના આપઘાતથી ચકચાર મચી ગઈ છે. ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.
મળતી માહિતી અનુસાર, એલઆરડી પોલીસકર્મી ૨૯ વર્ષીય મંગુબેન નિનામાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ એસઆરપી જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.