ભિલોડા ગેલીમાતાના મંદિર પાછળ ડુંગર પર ઝાડ પર લટકતા મૃતદેહ મળતા ચકચાર

ભિલોડા: આજની ૨૧મી પેઢી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહી છે.મોબાઈલ અને ઈન્ટરનેટના યુગમાં સગીર વયના યુવક-યુવતીઓમાં એકબીજા પ્રત્યે આકર્ષણ થયા પછી સતત સંપર્કમાં રહેતા એકબીજામાં ઓતપ્રોત રહેતા દુનિયાદારીનું ભાન ભૂલી જતા હોય છે આજના સમયમાં પ્રેમ સબંધમાં ભાગી જઈ લગ્ન કરવાની યુવક-યુવતીઓમાં હોડ જામી છે અરવલ્લી જીલ્લાના માલપુરમાં સગીર પ્રેમી યુગલ રવિવારે ઘર છોડી નીકળી ગયા બાદ મંગળવારે ગેલીમાતાના મંદિર પાછળના ડુંગર પર ઝાડ પરથી લટકતા સગીર યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી બંને મૃતદેહને માલપુર સરકારી દવાખાને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
પ્રાપ્ત માહિતી મુજબ, માલપુર નગરમાં રહેતા ૧૭ વર્ષીય સગીર યુવકને નજીકના વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષીય સગીરા સાથે પ્રેમ થતા એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત બન્યા હતા આ પ્રેમી યુગલ સાથે જીવવા મરવાના કોલ પણ આપ્યા હતા ત્યારે સમાજ પ્રેમી યુગલને નહી સ્વીકારે અને એક-બીજાને ભેગા રહેવા નહી દયે એવો અહેસાસ થતા સગીર પ્રેમી યુગલે બન્નેએ સાથે જીવી નહી શકાય
પરંતુ બન્ને સાથે તો મરી જ શકાય એવો નિર્ણય લઇને રવિવારે ઘરે થી નીકળી ગયા પછી માલપુર નજીક આવેલા ગેલી માતાના મંદિરના ડુંગર પર ઝાડ સાથે દોરડું બાંધી બન્ને સજોડે આત્મહત્યા કરી લેતા બન્ને પ્રેમી યુગલે પ્રેમનો અંત લાવતા માલપુર ગામમાં અને સગીર યુવક-યુવતીના પરિવારજનોમાં ભારે હાહાકાર મચી ગયો છે. માલપુર પોલીસે બંને મૃતક સગીર યુવક-યુવતીના મૃતદેહને પી.એમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.