ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરીયાણાની કીટનું વિતરણ

ભિલોડા: અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કરીયાણાની કીટનું વિતરણ કરાયું હતું. જરૂરીયાતમંદ પરીવારોમાં આનંદની લાગણી પ્રસરી હતી. અંધજન મંડળ,અમદાવાદ સંચાલિત સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના વિશેષ સહયોગથી ઉદય સેવા સંસ્થાન,ભિલોડા ધ્વારા ભેટાલી,વસાઈ,ગુલાબપુરા સહિત આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારોના દિવ્યાંગજનોને કરીયાણું અને આરોગ્ય સામગ્રીની કીટનું વિતરણ કરાયું હતું. જીતુભાઈ ભાટીયા, વલ્કેશભાઈ પટેલ,સુરેશભાઈ પ્રજાપતિ, બિપીનભાઈ પ્રજાપતિ સહિત સેવાભાવી કાર્યકરો ઉપÂસ્થત રહ્યા હતા.માનવ સેવા એ જ પ્રભુ સેવાના સુત્રને સાર્થક કર્યું હતું.