ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનાં ઝુંડનું આક્રમણ,દવા છંટકાવની કામગીરી
ભિલોડા,
અરવલ્લી જીલ્લામાં તીડનું આક્રમણ ને ખારવા જીલ્લા કલેક્ટરે ખેતીવાડી વિભાગ સાથે બેઠક યોજી હતી અને તીડનું આક્રમણ થાય તે પહેલા તંત્ર સજજ બન્યું છે ભીલોડા તાલુકાના ૧૦ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં તીડનાં ઝુંડ ત્રાટકતા ખેતીવાડી કચેરીની ટીમ તેમજ ખેડૂતો દ્વારા તીડ ભગાડવાની કામગીરી શરૃ કરી હતી.
ટીમો દ્વારા દવા છંટકાવ તથા ખેડૂતોએ અવાજ કરી તીડ ભગાડવા પ્રયત્નો આદર્યા હતા તીડનું રાત્રી રોકાણ સ્થળ શોધવા ટિમ કાર્યરત બની હતી તીડનાં ઝુંડના આક્રમણના પગેલ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
સોમવારે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ખુમાપુર, શંકરપુરા,કલ્લેખા,મઉ,કાળી ડુંગરી,સહિતના ખેતરોમાં તીડના ઝુંડ તરતજ ખેડૂતો માં ભારે દોડધામ મચી હતી ખેતીવાડી વિભાગે તાબડતોડ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી દવાનો છંટકાવ કરવાની સાથે ખેડૂતો અને તેમના પરિવારોએ થાળીઓ વગાડી અન્ય રીતે અવાજ કરી તીડનાં ઝુંડના અક્રમણનને ખારવા પ્રયત્નો હાથધર્યા હતા.
ઉત્તર ગુજરાતના અરવલ્લી,સાબરકાંઠા,મહેસાણા, પાટણ,બનાસકાંઠામાં જૂન માસની ૨૨ તારીખથી ૧૫ જુલાઈ એટલે કે ૨૩ દિવસ દરમિયાન રણ તીડ આક્રમણ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. યમાન, સોમાલીયાથી કિનારા માર્ગે ગુજરાતના દ્વારકા ખાતેથી તીડ રાજ્યમાં પ્રવેશ કરશેની શક્યતા તીડ નિયંત્રણ વિભાગ દ્વારા કરાઈ છે. તીડથી થનારા નુકસાનથી બચવા માટે ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ યુધ્ધના ધોરણે તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે.
ટિમો બનાવી સર્વે તેમજ દવા છંટકાવ તથા ખેડૂતોના માર્ગદર્શન સાથે તીડ નિયંત્રણની જવાબદારી પણ સોંપાઈ છે.ઉત્તર ગુજરાતમાં ગ્રામસેવકો દ્વારા ખેડૂતોને તીડ આક્રમણનો સામનો કેવી રીતે કરવો તેની તાલીમ આપવાની સાથે પંપ તથા અવાજ કરતા સાધનો સહિતની વસ્તુઓ તૈયાર રાખવા સુચના કરવામાં આવી છે.
પ્રતિ ૧ ચોરસ કિમી.માં તીડની સંખ્યા ૮ કરોડ સુધીની હોઈ શકે કેન્દ્રની તીડ નિયંત્રણ ટીમો યમન અને સોમાલીયાથી દરિયા કિનારે તીડના મોટા ઝુંડ ટ્રેસ કરતા દેશના વિવિધ રાજ્યો તેમજ ગુજરાતને પણ સાવધાન કરાયું છે. કારણ કે જૂનના અંતિમ સપ્તાહથી લઈ જુલાઈના પ્રથમ પખવાડિયા દરમિયાન તીડના મોટા ઝુંડ રાજ્યમાં આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. ૫ થી ૭ કિમી.નું એક ઝુંડ પ્રતિ ચોરસ કિમી.માં તીડની સંખ્યા ૮ કરોડ થી વધુની હોઈ શકે છે.