ભિલોડા તાલુકાના શામળાજી નજીક રોડ પર દોડતી ફોર્ડ ફિયેસ્ટા કારમાં આગ લાગતા બળીને ખાખ
૪ લોકોનો ચમત્કારીક રીતે આબાદ બચાવ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અમદાવાદ – ઉદેપુર નેશનલ હાઈને નંબર – ૮ પર ભિલોડા તાલુકાના શામળાજી નજીક થી પસાર થઈ રહેલ કારમાં અચાનક આગ લાગતા ભારે અફડાતફડી મચી હતી.કારમાં સવાર કાર ચાલક અને તેમના પરિવારજનો સમય સુચકતા વાપરી કારમાંથી ઉતરી જતા આબાદ બચાવ થયો હતો કાર થોડીક જ ક્ષણોમાં સ્વાહા થઈ હતી.કારમાં આગ લાગતા બંને તરફ વાહનોની લાંબી કતાર જામી હતી કારમાં આગ લાગતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટેન્કર વડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાનો નિષ્ફ્ળ પ્રયાસ કર્યો હતો.
મોડાસામાં રહેતા રમેશભાઈ સોની ફોર્ડ ફિયેસ્ટા કારમાં તેમના પરિવાર સાથે મહા સુદ પુનમે ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ટોરડા સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે જઈ શામળાજી મંદિરમાં દર્શન કરીને કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે શામળાજીના શ્યામાલવન પાસે અગમ્ય કારણોસર રોડ પર સડસડાટ દોડતી કારમાં આગ લાગતા રમેશભાઈ સોની અને તેમનો પરિવાર કાર રોડ પર ઉભી રાખી ત્વરિત નીચે ઉતરી જતા કાર ચાલક સહીત ૪ લોકોનો આબાદ બચાવ થતા જાનહાની ટળી હતી કારમાં આગ લાગતા થોડીક જ મિનિટોમાં આગમાં કાર સ્વાહા થઈ ગઈ હતી કારમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી હતી બંને બાજુ ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.