ભિલોડા તાલુકામાં વસતાં પૂર્વ – સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મ પત્નિઓનું પુર્વ સૈનિક સંમેલન યોજાયું
ભિલોડા: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં વસતાં પુર્વ – સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મ પત્નિઓનું શ્રી કલજીભાઈ આર.કટારા – આર્ટ્સ કોલેજ શામળાજી ખાતે ઈલાબેન આહિર નાયબ ચૂંટણી અધિકારી ના અધ્યક્ષતામાં પુર્વસૈનિક સંમેલન યોજાયું હતું. ઈલાબેન આહિરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે આખા ગુજરાતમાં સૌથી વધુ સૈનિકો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના દેશની રક્ષા કરી રહ્યા છે. અને કેટલાક સૈનિકો ફરજ બજાવી ચૂક્યા છે તે ગૌરવ લેવા જેવી બાબત છે તથા સાબરકાંઠા-હિમતનગર દ્વારા સૈનિક બોર્ડ દ્વારા સૈનિકો તથા દિવ્યાંગ સૈનિકોના ધર્મ પત્નિઓનું પૂર્વસૈનિકોનું સન્માન કરી તેમને મળતા લાભોની જાણકારી આપી એક ઉમદુ ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે તો સૌએ આનો લાભ લેવા જણાવ્યું હતું.
કમાન્ડર શશી કુમારે જણાવ્યું હતુ કે અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ પૂર્વ સૈનિકોની સંખ્યા છે જેને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકાર અને રાજ્ય સૈનિક બોર્ડ તરફથી હિમતનગર ખાતે આર્મી કેન્ટીન બનાવવા માટેની મંજુરી મળી ગયેલ છે તો હવે જિલ્લામાં રહેતા સૈનિકોને અમદાવાદ જવાની જરૂર પડે નહિ અને હિમતનગરના કેન્ટીનમાંથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ રાહત દરે મળી શકશે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, તથા રાજ્ય સૈનિક બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ તરફથી રાજ્યના પૂર્વ સૈનિકોને અપાતી વિવિધ સહાય, શિષ્યવૃત્તિ, દિકરી લગ્ન સહાય વગેરે અંગેનું માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું તેમજ પૂર્વ સૈનિકો અને સ્વર્ગસ્થ સૈનિકોની ધર્મ પત્નિઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી કલજીભાઈ આર. કટારા આર્ટ્સ કોલેજના ટ્રસ્ટી દિલીપભાઈ કટારાએ જણાવ્યુ હતુ કે આવા પૂર્વ સૈનિકો માટેનું સંમેલન યોજવા અમારી કોલેજની પસંદગી કરવા બદલ આ સંમેલનના આયોજકોનો આભાર વ્યક્ત કરૂ છું.આ સંમેલનમાં તાલુકા વિકાસ અધિકારી,રોજગાર કચેરીના પ્રતિનિધિ,કટારા આર્ટ્સ કોલેજના ટ્રસ્ટી, પૂર્વ સૈનિકો,સ્વર્ગસ્થ સૈનિકોની ધર્મ પત્નિઓ,આશ્રિતો અને કોલેજના વિધાર્થીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.