ભિલોડા તાલુકા યુવા મોરચા દ્વારા આર.જી.બારોટ એજયુકેશન કેમ્પસમાં રક્ત દાન કેમ્પ યોજાયો
(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) ભિલોડા તાલુકા મથક ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા આર.જી.બારોટ એજયુકેશન કેમ્પસમાં રક્ત કેમ્પ યોજાયો હતો.યુવાનો દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું હતું.ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના મંત્રી જયશ્રીબેન દેસાઈ,
અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ,અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ,બાયડ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા,આદિજાતિ મોરચાના પ્રદેશ મહામંત્રી પી.સી.બરંડા,પ્રદેશ કોષાધ્યક્ષ, અરવલ્લી જીલ્લાના પ્રભારી વિજેશભાઈ પરમાર,
અરવલ્લી જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમિશભાઈ પટેલ,મહામંત્રી સચિન બરંડા,અવધેશ પટેલ,ભિલોડા તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ જીગર ત્રિવેદી,મહામંત્રી દેવાંગ બારોટ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાંતિલાલ પટેલ,જીલ્લા પંચાયત સદસ્ય નીલાબેન મડીયા, રસીકાબેન ખરાડી,જીલ્લા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ મનોજભાઈ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.