ભિલોડા ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ કો.ઓ. બેંક લી.ના મેનેજરનો વિદાય સમારંભ યોજાયો

ભિલોડા: અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે કાર્યરત ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ કો.ઓ.બેંક લી.,ભિલોડા શાખાના મેનેજરનો વિદાય સમારંભ યોજાયો હતો.ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ કો.ઓ.બેંક લી.,ભિલોડા શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ એચ.પટેલ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ સ્ટાફ પરીવાર ધ્વારા યોજાયો હતો.ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ કો.ઓ.બેંક લી., ભિલોડા શાખાના કર્મચારીઓએ વય નિવૃત્ત મેનેજરને શાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માનભેર વિદાઈ આપી હતી.નિવૃત્તીમય જીવન લાભદાયી, ફળદાયી,યશદાયી નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.