ભિલોડા પોલીસે ત્રણ કિલોમીટર ખેતર ખૂંદી નામચીન બુટલેગરને દબોચ્યો
જીલ્લા પોલીસનો સપાટો દસથી વધુ નાસતાં ફરતા આરોપીને દબોચ્યા
રાજસ્થાન રાજ્યને અડીને આવેલા અરવલ્લી જીલ્લાના શામળાજી, ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારૂ ઠાલવી કટિંગ કરી રાજ્યના બુટલેગરોને વિવિધ વાહન મારફતે વિદેશી દારૂ પહોંચાડતો તેમજ અરવલ્લી-સાબરકાંઠા પોલીસને નાકે દમ લાવી દેનાર અને ભિલોડા-શામળાજી પંથકમાં અસામાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ૬ થી વધુ ગુન્હામાં વોન્ટેડ નામચીન બુટલેગર નેરીયુસ ઉર્ફે લાલો નગીનભાઈ ડામોરને તેના ગામ જેશીંગપુર નજીકથી ભિલોડા પીઆઇ મનીષ વસાવા અને તેમની ટીમે ત્રણ કિલોમીટરથી વધુ ખેતરમાં દોટ લગાવી દબોચી લીધો હતો
તેમજ અરવલ્લી એલસીબી પોલીસ,એસઓજી અને મોડાસા ટાઉન પોલીસે જીલ્લામાં નાસતા ફરતા ૧૦ થી વધુ આરોપીઓને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા ગુજરાતમાં દારૂબંધીનો ફાયદો ઉઠાવી ગેરકાયદેસર વિદેશી દારૂનો વેપલો કરી હજ્જારો બુટલેગરો કરોડો રૂપિયાની આસમી બન્યા છે વિદેશી દારૂના વેપલામાં રહેલા લખલૂટ રૂપિયાના લીધે અનેક યુવાનો બુટલેગર બની વિદેશી દારૂના ધંધામાં જોતરાયા છે
ભિલોડા તાલુકાના જેશીંગપુર ગામનો નેરીયુસ ઉર્ફે લાલો નગીનભાઈ ડામોર ઉર્ફે નગજીભાઈ ડામોર નામનો યુવાન પણ વિદેશી દારૂના ધંધામાં ઝંપલાવી પોલીસતંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ તથા કર્મચારીઓની છત્રછાયા હેઠળ પરપ્રાંતીય બુટલેગરો સાથે મળી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું કટિંગ શરુ કરતા ટૂંકા ગાળામાં મોટો બુટલેગર બની જવાની સાથે સમગ્ર વિસ્તારમાં લુખ્ખા તત્ત્વો સાથે રાખી પંથકના લોકોમાં ખોફ જમાવતા તેની અસામાજિક પ્રવૃતિઓ સામે લોકો લાચાર બની ગયા હતા જીલ્લા પોલીસતંત્રએ નેરીયુસને ઝડપી પાડવા સતત પ્રયત્નશીલ બની હતી
ભિલોડા પીઆઈ તરીકે ચાર્જ સાંભળતાની સાથે મનીષ વસાવાએ અને તેમની ટીમે પેટ્રોલિંગમાં હતા ત્યારે જેસીંગપુર પાટીયા નજીક કુખ્યાત બુટલેગર નેરીયુસ ડામોર જોવા મળતા પોલીસ જીપ જોઈ નેરિયુંસ પોલીસ પકડથી બચવા માટે ખેતરમાં દોડતા પીઆઈ વસાવા અને તેમની ટીમે ખેતરમાં પીછો કરતા આજુબાજુ થી લોકો પણ બુટલેગર અને પોલીસ વચ્ચે ફિલ્મી રેસ જોવા મળી હતી આખરે પીઆઇ મનીષ વસાવાએ ખેતરો ખૂંદી નેરિયુસ ડામોરને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત અને ડીવાયએસપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પીઆઈ આર કે પરમાર,એસઓજી પીઆઈ ભરવાડ,પેરોલ ફર્લો પીએસઆઈ કે એસ સીસોદીયા અને મોડાસા ટાઉન પીઆઈ વાઘેલા અને તેમની ટીમે જીલ્લામાં છેતરપિંડી,અપહરણ,ઢોર ચોરી સહીત ૧૦ થી વધુ નાસતા ફરતા આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા