ભિલોડા પોલીસ દ્વારા ઈકો કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
પ્રતિનિધિ ધ્વારા ભિલોડા ભિલોડા પોલીસ ધ્વારા પેટ્રોલીંગ દરમ્યાન ટાકાટુકા ગામ પાસેથી ઈકો કારમાં એક ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો.વિદેશી દારૂની બોટલ નંગ-૮૦ કિં.રૂા.૩૬,૪૦૦/- સહિત ઈકો કારની કિં. રૂા.૧,૦૦,૦૦૦/- કુલ મુદ્દામાલ રૂા.૧,૩૬,૪૦૦/- ઝડપાયો હતો.પોલીસએ પ્રોહિબીશન ઍક્ટ મુજબ બુટલેગરો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ. કે.કે.રાજપુતના જણાવ્યા મુજબ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ટોરડા ગામ તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ શરૂ હતું.ટાકાટુકા ગામમાં ઈકો કાર નંબર.જી.જે.૧૮.બી.જે.ર૪૩૦ વાળી કારને ઉભી રખાવી તેના ચાલકનું અને સાથે બેઠેલા ઈસમની તપાસ હાથ ધરતા જીતેન્દ્ર ધનરાજભાઈ ડામોર,રહે.ભોમટાવાડા,તા.ખેરવાડા,જી.ઉદેપુર(રાજસ્થાન),જીતેન્દ્ર સોહનલાલ ખરાડી,
રહે.નીલા પાની પાદેડી, તા.વીંછીવાડા, જી. ડુંગરપુર (રાજસ્થાન) વાળાઓએ ઈકો કારની પાછળના ભાગે એક ગુપ્ત ખાનુ બનાવેલ હોઈ તેની અંદર પરપ્રાંતિય પાસપરમીટ વગરની વિદેશી દારૂની છુટી ૮૦ બોટલો મુકેલી હતી. પોલીસએ વિદેશી દારૂની હેરાફેરી સંદર્ભે પ્રોહિબીશન ઍક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની સક્રીયતા હોઈ બુટલેગરો દારૂની હેરાફેરીમાં અવનવા કિમીયા અજમાવતા હોઈ પરંતુ પોલીસને પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધવામાં સફળતા મળી છે. .લી.જીત ત્રિવેદી,ભિલોડા