ભિલોડા પોલીસ પ્રજાસત્તાક પર્વની ઉજવણી વ્યસ્ત હતી અને તસ્કરો કિરાણામાંથી ૪૦ હજાર ચોરી કરી ફરાર
ભિલોડા નગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી કથળી રહી હોય તેમ સતત ઘરફોડ ચોરીની ઘટનાઓ બની રહી છે ભિલોડા પોલીસતંત્ર ૭૨ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતીને બજારમાં આવેલી કિરાણાં સ્ટોર પર ત્રાટકી દુકાનમાં રહેલા ૪૦ હજાર રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ જતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે ભિલોડા બજાર અને નગરમાં પોલીસતંત્ર નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે
ભિલોડા નગરના મુખ્ય બજારમાં આવેલ સાવત્રી કિરાણા સ્ટોરના માલિક પૂરણભાઈ મોરવાણી સોમવારે રાત્રે રાબેતા મુજબ તેમની દુકાન બંધ કરીને ઘરે ગયા ને રાત્રીના સુમારે તસ્કરો ત્રાટકી દુકાનનું શટર તોડી દુકાનમાં કાઉન્ટરમાં રહેલા ૪૦ હજારથી વધુની રોકડ રકમ ચોરી કરી ફરાર થઇ જતા મંગળવારે સવારે વેપારી દુકાને પહોંચતા દુકાનનું શટર અડધું ખુલ્લું જોતા દુકાનમાં ચોરી થઇ હોવાનું જાણતા વેપારી બેબાકળો બન્યો હતો.
આજુબાજુ થી વેપારીઓ અને લોકો દોડી આવ્યા હતા અને વેપારીએ દુકાનમાં રાખેલા વકારાના રૂપિયાની ચોરી થઇ હોવાનું જણાતા ભિલોડા પોલીસને જાણ કરતા તાબડતોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથધરી હતી
જો કે હજુ સુધી ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ નથી પોલીસ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વ્યસ્ત હોવાનો ઘરફોડ ચોરે ફાયદો ઉઠાવવાની સાથે તસ્કરોએ પોલીસને ચેલન્જ આપી રહ્યા હોય તેમ સતત ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ભિલોડા નગરમાં વેપારીઓ, ધંધાર્થીઓ અને લોકોમાં ભિલોડા પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવી તસ્કર ટોળકીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દે તેવી માંગ પ્રબળ બની છે