ભિલોડા : ભાણમેર ગામના તલાટી અરજદાર પાસેથી ૫૦૦ રૂપિયા લેતો વિડીયો વાયરલ
અરવલ્લી જીલ્લામાં કેટલાક સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ ભ્રષ્ટાચારને જ શિષ્ટચાર બનાવી દીધો છે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ની બદીએ માજા મૂકી છે જીલ્લાની સરકારી કચેરીઓ અને ગ્રામપંચાયતો પણ ભ્રષ્ટાચાર થી ખદબદતી હોવાની બૂમો જીલ્લાના પ્રજાજનોમાં ઉઠી છે
ત્યારે ભિલોડા તાલુકાના ભાણમેર ગામના તલાટી કામકાજ અર્થે આવેલા અરજદાર પાસેથી ખાનગી રહેઠાણ સ્થળે બેસી ૫૦૦ રૂપિયા લેતો હોવાનો વિડીયો અરજદારે ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા ભારે ચકચાર મચી છે ભાણમેરના તલાટીએ ૫૦૦ રૂપિયા રોકડા કેમ લીધા….? કે પછી તલાટીને બદનામ કરવા કોઈ અરજદારે ૫૦૦ રૂપિયાની નોટ આપી વિડીયો ઉતારી લીધો સહીતની ચર્ચાએ જોર પકડ્યું છે ભાણમેર તલાટી ૫૦૦ રૂપિયા લઇ ખિસ્સામાં મુકતો વિડીયો વાયરલ થતા ભિલોડા તાલુકા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે
અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક તલાટી કમ મંત્રી ગરીબ અને ભોળી પ્રજાને સરકારી કામકાજ અર્થે ખંખેરતા હોવાની અને વહીવટદારો પણ ગ્રામ પંચાયતમાં રાખતા હોવાની અનેક બૂમો પડી રહી છે ત્યારે હાલ સમગ્ર ભિલોડા માં એક વાયરલ વિડિઓ એ ચર્ચા જગાવી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભાણમેર ગામ ના તલાટી કમ મંત્રી જન્મ નો દાખલો આપવામાં બદલે અરજદાર પાસેથી ૫૦૦ રૂપિયા લેતા હોય તેવો વિડીયો કોઈ જાગૃત અરજદારે ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો છે જોકે આ બાબતે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરાઈ નથી પણ આ વિડિઓ સમગ્ર ભિલોડા માં ચર્ચા નો વિષય બન્યો છે