Western Times News

Gujarati News

ભિલોડા-મુડેટી રોડ પર પલ્સર સ્લીપ થઇ ગરનાળા સાથે ભટકાતા યુવકનું મોત

અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો બેફામ ગતિએ વાહન હંકારી અકસ્માતની ઘટનાઓની હારમાળા સર્જી રહ્યા છે ભિલોડા-મુડેટી રોડ પર પુરપાટ ઝડપે પસાર થઇ રહેલ હાઈસ્પીડ બાઈક સ્લીપ થઇ રોડ નજીક ગરનાળા સાથે ભટકાતા બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું

બાઈક સવાર અન્ય યુવકના શરીરે ઈજાઓ પહોંચતા અકસ્માતની ઘટનાના પગલે દોડી આવેલા લોકોએ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે દવાખાને ખસેડ્યો હતો અકસ્માતની ઘટનામાં વાંકનેર છાપરાના આશાસ્પદ યુવકનું મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ભિલોડા પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી કરી હતી

ભિલોડાના વાંકાનેર છાપરા ગામનો ૨૧ વર્ષીય યુવક હિરેન ચંદુભાઈ બરંડા તેની પલ્સર-૨૨૦ બાઈક લઈ તેના મિત્ર રોનિશ ચેતનભાઈ ગામેતી સાથે કામકાજ અર્થે નીકળ્યો હતો હિરેને પલ્સર બાઈક મુડેટી રોડ પર આવેલી આશાપુરા હોટલની આગળ વળાંકમાં પુરઝડપે,બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારવાને કારણે મોટર સાયકલ સ્લીપ થઇ જતા રોડ નજીક ગરનાળા સાથે ભટકાવતા હિરેન અને રોનિશ પટકાતા બાઈક ચાલક હિરેનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું

રોનિશના શરીરે ઈજાઓ પહોંચતા અકસ્માતની ઘટનાના પગલે દોડી આવેલ લોકોએ રોનિશને સારવાર અર્થે દવાખાને ખસેડ્યો હતો ભિલોડા પોલીસને અકસ્માતની ઘટનાની જાણ થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતકની યુવકની લાશને પીએમ માટે ખસેડી હતી યુવકના મોતના પગલે પરિવારજનો અને સગા-સંબન્ધી અને મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં પીએમ સ્થળે ઉમટ્યા હતા ભિલોડા પોલીસે મૃતક બાઈક ચાલક યુવક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.