ભિવંડીમાં ફેકટરીમાં આગ લાગતા કરોડોની સંપત્તી બળીને ખાખ

મુંબઇ, મુંબઇ નજીક થાણેના ભિવંડીમાં એક ફેકટરીમાં અચાનક આગ લાગી હતી અને આગે તરત જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આ આગમાં કરોડો રૂપિયાનું સોલ્મોન બળીને રાખ ખઇ ગયું હતું જાે કે કોઇ જાનહાનીના અહેવાલો નથી ફાયર બ્રિગેડે ધટના સ્થળે પહોંચી આગ ઓલવી હતી.
મળતી માહિતી અનુસાર ભિવંડી વિસ્તારના કાઝી કમ્પાઉન્ડમાં આવેલી એક કપડાની ફેકટરીમાં મોડી રાતે આગ લાગી હતી આગ લાગી ત્યારે ફેકટરી બંધ હતી જાે કે આગને કારણે કરોડોની સપત્તિ બળીને ખાખ થઇ ગઇ છે.આગ પાછળનું કારણે હજુ સ્પષ્ટ થયું નથી આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને આગ પર ભારે જહેમત બાદ અંકુશ મેળવ્યો હતો.
એક અઠવાડીયા પહેલા મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી ઘટના ટળી હતી હકીકતમાં વિમાન પુશબેક આપનાર વાહનમાં આગ લાગી હતી એર ઇન્ડિયાની ફલાઇટ એઆઇ ૬૪૭ને પાછળથી ધક્કો મારતા એરક્રાફટ ટંગમાં આગ ફાટી નિકળી હતી અકસ્માત થયો ત્યારે વિમાનમાં મુસાફરો હાજર હતાં.HS