ભીંડાના સેવનથી આંખ, પેટ અને ત્વચા તંદુરસ્ત રહે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Okra-scaled.jpg)
અમદાવાદ: ઉનાળાની ઋતુમાં લીલા શાકભાજીનું સેવન શરીર માટે ખૂબ સારું હોય છે. ખોરાકમાં લીલાં શાકભાજી ઉમેરવાથી તમામ પ્રકારના પોષક તત્વો મળે છે. ઉનાળામાં ભીંડાનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થાય છે. બજારમાં પણ સરળતાથી ભીંડો મળી રહે છે. મોટાભાગના લોકોને ભીંડાનુ કોરું અથવા તો ભરેલા ભીંડાનું શાક ભાવે છે. ભીંડામાં પોષક તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. પરિણામે ભીંડા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ભીંડામાં ફાઇબરનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે.
જેના કારણે પેટની બીમારીઓ દૂર રહે છે. ભીંડા રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ ખૂબ મહત્વનો ફાળો આપે છે. ભીંડા ખાવાથી ઇન્ફેક્શન લાગવાનું જાેખમ ઘટે છે. તો ચાલો આપણે ઉનાળામાં ભીંડા ખાવાથી થતા ફાયદા સમજીએ. ભીંડામાં વજન ઘટાડવા માટે મદદરૂપ એવા કાર્બ્સ હોય છે. આ ઉપરાંત ભીંડામાં એન્ટી ઓબેસિટી ગુણ છે. જે વજન ઘટાડવા મદદ કરે છે. માટે જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે, તેઓએ પોતાના ખોરાકમાં ભીંડાને સામેલ કરવો જ જાેઈએ.
ભીંડા ખાવાથી ત્વચા સદાબહાર રહે છે. ત્વચા પર નિખાર આવે છે. જાે ઉનાળા દરમિયાન તમારી ત્વચા યુવાન દેખાય તેવું ઈચ્છતા હો તો ભીંડાનું સેવન કરવું જ જાેઈએ. ભીંડામાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે, આ ઉપરાંત બીટા કૈરોટીનના રૂપમાં વિટામિન એ પણ મળે છે. જેનાથી ત્વચા નિખરે છે. ઉનાળા દરમિયાન ભીંડાનુ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. પરિણામે અનેક પ્રકારના વાઇરલ ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે. રોગપ્રતિકારક શક્તિ વધે એટલે બીમારીનું જાેખમ ઘટી જાય છે. ઉનાળામાં અનેક લોકોના પેટમાં ગડબડ થાય છે.
આવી સ્થિતિમાં ભીંડાનુ સેવન કરવાથી પેટની સમસ્યાઓ દૂર રહે છે. ભીંડામાં મોટા પ્રમાણમાં રહેલું ફાઇબર પાચન શક્તિમાં મદદરૂપ બને છે. ભીંડા આંખોનું તેજ વધારે છે. જે લોકો આખો દિવસ કોમ્પ્યુટર સામે બેસી રહે છે તેમના માટે ભીંડાનુ સેવન ખૂબ ઉત્તમ છે. ભીંડામાં બીટા-કેરોટિન મળી આવે છે, જે આંખોને રોશની વધારવા માટે મદદ કરે છે. ભીંડાથી આંખો સંબંધિત બીમારીઓ પણ દૂર રહે છે.