Western Times News

Gujarati News

ભીખ માંગતા ૧૧૦૦ લોકોને રેનબસેરામાં રાખવામાં આવ્યા

અમદાવાદ, સુરત શહેરમાં ચાર રસ્તાઓ પર, ટ્રાફિકમાં ભીખ માગતા લોકોને હટાવવાનું કામ ચાલી રહ્યું છે. સુરત પોલીસે પાછલા ૨૩ દિવસમાં ટ્રાફિક જંક્શન પર ભીખ માગતા અનેક લોકોનું પુનઃવસન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ૨૬મી સપ્ટેમ્બરના રોજ સુરતમાં આ કાર્ય અંગેની જાહેરાત કરવામાં આવી હતી અને હવે સુરત પોલીસે શહેરમાંથી ૧૧૦૦ જેટલા લોકોની ઓળખ કરી છે. આ ૧૧૦૦ લોકોમાંથી ૬૮ જેટલા લોકોને રેનબસેરામાં રાખીને તેમને આર્ત્મનિભર પણ બનાવ્યા છે.

નોંધનીય છે કે સુરત પોલીસે આ જાહેરાત કરી તેના ૩ જ દિવસ પછી અમદાવાદ પોલીસે આ પ્રકારની જાહેરાત કરી હતી. અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં પણ અત્યાર સુધી ૬૦થી વધુ લોકોની ઓળખ કરવામાં આવી છે જે ચાર રસ્તાઓ પર ભીખ માગતા હોય છે.

આ લોકોના પુનઃ વસનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે જાે આ લોકોને ઓળખીને રેનબસેરામાં મૂકશે તો તેઓ ફરી શહેરના ચાર રસ્તા પર આવી જશે. આ એક મોટો પડકાર છે. અને શહેરમાં એટલા રેન બસેરા પણ નથી તે તમામને સમાવી શકાય. આ કારણોસર પોલીસ મર્યાદિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રસ્તા પર ભીખ માંગતા લોકોના પુનઃવસનનો પ્રયાસ કરી રહી છે.

અમદાવાદ પોલીસની એક મોટી મુશ્કેલી એ છે કે, હજી સુધી શહેરમાં આવા કેટલા લોકો છે તેનો રિપોર્ટ તૈયાર નથી થઈ શક્યો. રિપોર્ટ તૈયાર કરવાનું કામ ચાલુ છે. અત્યાર સુધી વચગાળાનો રિપોર્ટ બનાવવામાં આવ્યો છે.

આ બાબતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રસ્તા પર ભીખ માગતા ગરીબ લોકોના પુનઃવસન માટે ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે સૂચના આપ્યા પછી સૌપ્રથમ સુરતમાં પોલીસની મદદ માટે એક કંપની એસઆરપી ફાળવી દીધી હતી. ત્યારપછી કુલ ૧૧૦૦ લોકોની ઓળખ કરવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ આગળ જણાવ્યું કે, ૧૧૦૦માંથી ૭૨૫થી વધારે લોકો એવા હતા જેમના માથે છત હતી, માટે તેમને પોતાના ઘરે મોકલવામાં આવ્યા હતા. બાકીના લોકોને સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી રેન બસેરામાં રાખવામાં આવ્યા છે અને તેમાંથી ૬૮ લોકોને ર્સ્વનિભર બનાવી દેવામાં આવ્યા છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે, તેમનો આશય આવા ગરીબ લોકોને આર્ત્મનિભર બનાવવાનો છે. આ એક સારા આશય સાથે શરુ કરવામાં આવેલું કામ છે, જેમાં સમય લાગી શકે છે પરંતુ સરકાર આ પ્રકારના કામ કરતી રહેશે. રાજ્યના અન્ય મહાનગરોમાં પણ આ રીતે રસ્તા પર ફરતા લોકોના પુનઃવસનનું કામ કરવા બદલ સરકાર પ્રતિબદ્ધ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.