ભીના અને સુકા કચરાને અલગ કરવાના પ્લાન્ટનું જયદ્રથસિંહ પરમારના હસ્તે લોકાર્પણ
આણંદ: આણંદ જિલ્લાની પેટલાદ નગરપાલિકામાં સ્વચ્છતા માટેની પહેલ રૂપે તૈયાર કરવામાં આવેલા સોલીડ વેસ્ટ પ્લાન્ટનું રાજ્યકક્ષાના પર્યાવરણ અને કૃષિમંત્રી તેમજ આણંજ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી જયદ્રથસિહજી પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ
આ પ્રોજેક્ટમાં ભીના અને સૂકા કચરાનું પ્રોસેસિંગ થાય છે… ભીના કચરામાંથી ખાતર અને સૂકા કચરાના પ્લાસ્ટિક માંથી પેટ્રો ઑલ્ટરનેટ ફ્યુઅલ(,PAF) બનાવાય છે… જેની ગુણવત્તા ડીઝલ જેવી છે અને આ ઓઈલ નગરપાલિકાએ તેના પોતાના ડિવોટરિંગ પમ્પસેટ, ટ્રેક્ટર, મડપમ્પ, ડંકીઓમાં વાપરવાનું શરૂ કર્યું છે. પેટલાદમાં કચરાને ઘરેથી જ અલગ લાવવામાં સફળતા મળી છે આથી એનું વ્યવસ્થાપન સરળ બન્યું છે.
શ્રી જયદ્રથસિંહજી,પરમારે જણાવ્યુ કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાન પદે ભારતદેશના વિકાસની ધુરા સંભાળતા જ 2014માં સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યુ જેને આ વર્ષે ૫ વર્ષ પુરા થયા તેમજ સમગ્ર દેશમાં લોકોએ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને આ ઝુંબેશમાં સહભાગી બન્યા.સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે જ પેટલાદ નગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને જે અગ્રતા આપવામાં આવી તેને હું બિરદાવુ છુ.
મળેલ,માહિતી,મુજબ આ મિશન હેઠળ પર કેપિટા 662 રૂપિયા લેખે ગ્રાન્ટ પણ આપવામાં આવી છે.પેટલાદ મ્યુનિસિપાલિટીને વર્ષ 2018-19માં આ પ્રોજેકટ માટેની ૭ કરોડ ૩૯ લાખની વહીવટી મંજૂરી મળી ગયા બાદ ખૂબ જ ટૂંકા ગાળામાં આ પ્રોજેકટ પૂર્ણ કરી દેવામાં આવ્યો તે પેટલાદ,નગરપાલિકા દ્વારા પર્યાવરણ બચાવવા તેમજ સ્વચ્છ ભારત ને,ચરિતાર્થ કરવાનો તેમનો ઉત્સાહ સુચવે છે.
શ્રી જયદ્રથસિંહજી પરમારે જણાવ્યુ કે આ પ્રોજેક્ટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ “સ્વચ્છ ભારત સુંદર ભારત”ની પરિકલ્પનાને સાર્થક કરી છે નગરપાલિકા દ્વારા અલગ અલગ ૭ રંગોમાં ઇ-રીકક્ષા દ્વારા નગરજનોના ઘન કચરાને ઉપાડવાની કામગીરી કરવામાં આવે છે અને ત્યારબાદ તેને પ્લાન્ટ પર ઠાલવવામાં આવે છ તે ખૂબ,જ સરસ,કામગીરી છે.
શ્રી જયદ્રથસિંહજી,પરમારે કહ્યુ કે પેટલાદની આ કર્મભુમિ પર અખંડ ભારતના ધડવૈયા સરદાર વલ્લભભાઇ પટેલે એન.કે.પટેલ હાઇસ્કૂલ, પેટલાદમાં શિક્ષણ મેળવ્યું હતું. અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રેરણામૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રનો આશ્રમ અગાસ ખાતે આવેલો છે. ક્રાંતિકારી વિચારધારાના પ્રવર્તક સંતશ્રી સ્વામી સચ્ચીદાનંદજીનો દંતાલી આશ્રમ અનેક સેવા પ્રવૃત્તિઓ થકી અનોખી ભાત પાડી છે.
સમગ્ર રાજયમાં આણંદ દ્રિતીય જ્યોતિગ્રામ જિલ્લો બનતા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં જ્યોતિગ્રામ લોકાર્પણ સમારોહ પેટલાદ ખાતે યોજવામાં આવ્યો હતો.અને ફરી,વખત પેટલાદની જ ઘર પર આજે સોલીડ વેસ્ટ પ્લાન્ટ તેમજ પ્લાસ્ટિક,પાયરોલિસીસ પ્લાન્ટ અનેવિવિધ પ્લાન્ટની મુલાકાત લીધા બાદ હું કહી શકુ છુ કે પેટલાદ નગરમાં જે ઘન કચરાના વ્યવસ્થાપન માટેના પ્લાટનું ઉદધાટન થયુ છે તે આવનારા સમયમાં ફક્ત રાજ્ય કે દેશમાં જ નહીં પરંતુ વિશ્વ ફલક પર નામના મેળવશે.
શ્રી જયદ્રથસિંજી,પરમારે,જણાવ્યુકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છ ભારતની સાથે હવે નો સીંગલ યુઝ પ્લાસ્ટીકની મુહિમ ચલાવી છે ત્યારે પેટલાદનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ માટે સારીએવી કામગીરી કરવામાં આવી રહી છે
તેમજ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને તેમાંથી ઇંધણ બનાવવામાં આવી રહ્યુ છે. આ રીતે પર્યાવરણની રક્ષા કાજે નગર-શહેર-રાજય અને રાષ્ટ્રને તેમજ પ્લાસ્ટીક મુકત બનાવવાની મુહિમમાં આપણે સૌએ જોતરાઇ જઇને સીંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશને તિલાંજલ આપી આવનારી પેઢીને એક સ્વસ્છ તેમજ સ્વસ્થ પર્યાવરણ આપવા અનુરોધ કર્યો હતો.
તેઓએ જણાવંયુ કે આજે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ અન્ય સ્વચ્છતા તેમજ પર્યાવરણ ના જતન માટેના અન્ય પોજેક્ટ દ્વારા પેટલાદ નગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે માટે પેટલાદ નગરપાલિકા તેમજ આણંદ જિલ્લા વહીવટી તંત્રને હું અભિનંદન પાઠવું છું તેમજ આવનારા સમયમાં આ પ્રોજેક્ટ આપણા રાજ્યની અન્ય નગરપાલિકાઓ માટે પ્રેરણા સ્વરૂપ બની રહે તેવી આશા વ્યક્ત કરૂ છું.
આ કાર્યક્રમમાં આણંદ લોકસભાના સાસંદ શ્રી મિતેષ પટેલ,,ગુજરાત રાજ્યના સ્વચ્છભારત મિ઼સનના ડાયરેક્ટશ્રી બી.સી.પટણી, ધારાસભ્ય શ્રી મયુર રાવલ, પેટલાદનગરપાલિકા પ્રમુખશ્રી વિઠ્ઠલભાઈ પટેલ,ખંભાતનગરપાલિકા પ્રમુખશ્રી,મ્યુન્સિપીલ કાઉન્સીલર શ્રીજિલ્લાના અગ્રણી મહેશ પટેલ, પેટલાદ ચીફ ઓફિસર શ્રી હિરલબેન, તેમજ જિલ્લાના અગ્રણીઓ, અધિકારીઓ અને,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .