ભીલડી રોડ માર્ગ અકસ્માતમાં બેનાં મોત,૧૩ લોકાને ઇજા થઇ
પાલનપુર, ગુજરાતના માર્ગ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી એક પછી એક માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહે છે. ત્યારે આવામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના ભીલડી રોડ પર બ્રિઝા ગાડી અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે ૧૩ લોકોને ઇજા પહોંચી છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના ભીલડી રોડ પર ખેટવા નજીક આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. બ્રિઝા ગાડી હાઈવે પર પુરપાટ ઝડપે આવી રહી તે દરમિયાન છકડા સાથે અગમ્ય કારણોસર જાેરદાર ટક્કર થઈ હતી. જેમાં રિક્ષામાં હાઇવે પર ફંગોળાઈ ઢસડાઈ ગઈ હતી.
અકસ્માત વખતે છકડામાં ડ્રાઈવર સાથે કુલ ૧૫ લોકો સવાર હતા. જેમાંથી ૨ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજયાં હતા જ્યારે ૧૩ લોકોમાંથી મોટાભાગનાને નાની મોટી ઈજાઓ થઈ હતી.
ઘટનની જાણ થતા સ્થાનિકોના ટોળેટોળા વળ્યા હતા. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કઈ રીતે સર્જાયો તેનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મૃતક બંનેને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસને અસ્કમાતના બનાવની જાણ કરવામાં આવી હતી. ઘટનાની તપાસ આરંભી દેવાઈ છે. હાલ તો મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.HS