Western Times News

Gujarati News

ભુજમાંથી ૪૯ હજારના દારૂ સાથે એક શખ્સને પકડી પાડતી એલસીબી

ભુજ, ભુજમાંથી ૪૯ હજારના દારૂના મુદામાલ સાથે એક શખ્સને એલસીબીએ પકડી પાડયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રકાશ મહેન્દ્ર ફુરીયા (રહે. મુંદરા રોડ, નવનીત નગર, ભુજવાળો વાણિયાવાડમાં આવેલ રાજ ગુલાબ કોમ્પ્લેક્ષમાં મકાન નંબર ર૦૧નો પ્રીટીંગના કાગળોના ગોડાઉન તરીકે ઉપયોગ કરે છે અને તે મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી દારૂનું વેચાણ કરે છે અને હાલે આ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવાની ફીરાકમાં છે જેથી તુરંત જ વર્ક આઉટ કરી બાતમી હકીક્તવાળી જગ્યાએ જઈ રેડ કરતાં તેની પાસેથી બ્લેન્ડર્સ પ્રાઈડ પ્રીમીયમ વ્હીસ્કી લીમીટેડ એડીશન, ૭પ૦ એમ.એલ. કાંચની બોટલો નંગ ર૯, કિ.રૂા. ર૪,૬પ૦, બ્લેન્ડર્સ પ્રાઈડ પ્રીમીયમ વ્હીસ્કી ૭પ૦ એમ.એલ. કાંચની બોટલો નંગ ૬ કિ.રૂા. પ૧૦૦, રોયલ સ્ટેજ કલાસ્કી વ્હીસ્કી ૭પ૦ એમ.એલ.ની કાંચની બોટલો નંગ ૧ર, કિ.રૂા. ૪૮,૦૦, જાેન માર્ટીન પ્રીમીયમ વ્હીસ્કી ૭પ૦ એમ.એલ. પ્લાસ્ટીકની બોટલો નંગ ર૦, કિ.રૂા. ૭૦૦૦, રોયલસ સ્પેશીયલ પ્રીમીયમ વ્હીસ્કી ૭પ૦ એમ.એલ. પ્લાસ્ટીકની બોટલો નંગ ૪ કિ.રૂા. ૧૪૦૦, કાર્લ્સ બર્ગ સ્મુથ વીથ યુરોપીયન બીયર ટીન નંગ ૪ કિ.રૂા. ૪૦૦ મળી કુલ પ્રોહીબીશનનો મુદામાલ કિ.રૂા.૪૩,૩પ૦ મળી આવ્યો હતો.

આ ઉપરાંત તેની પાસેથી મોબાઈલ ફોન નંગ ૧ કિ.રૂા. પ૦૦૦ રોકડ રૂા. ૧૦૪૦ એમ કુલ રૂા. ૪૯,૩૯૦ આરોપી પ્રકાશ મહેન્દ્ર ફુરીયા (શાહ)ને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી સામે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ અર્થે ભુજ શહેર બી ડીવીઝનના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એચ. ઝાલાને સોંપવામાં આવેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.