ભુજમાં રમજાન ઇદ નિમિત્તે માનસિક દિવ્યાંગોને ભોજન પિરસાયું

ભુજ, ઇદુલફિત્ર નિમિત્તે નિલમ ચેરીટેબલ ટ્રસ્ટ ભુજ દ્વારા રમઝાન ઇદની ઉજવણી રૂપે દાતા અયુબ રમજુ રાજા પરિવારનાં સહયોગથી ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલનાં માનસિક દિવ્યાંગ દર્દીઓને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. સંસ્થાનાં અધ્યક્ષ કુલસુમબેન સમા તથા ટ્રસ્ટનાં શ્રી અયુબ રાજાએ મહેમાનોને આવકાર આપ્યો હતો. માનસિક દિવ્યાંગ દર્દીઓને મિષ્ટાન સાથેનું ભોજન ઉપસ્થિત આગેવાનોનાં હસ્તે પીરસવામાં આવેલ. આ પ્રસંગે નગર સેવક માલશીં નામોરી, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પ્રવિણ ભદ્રા, રફીક બાવા, ગની તાલબ કુંભાર, અશરફ ઝેરીયા, ઝહીર સમેજા, હાજીભાઇ લંગા, અધરેમાન થેમ, આરીફ ખત્રી, નુરમામદ સુરંગી ઉપસ્થિત રહ્યા હતા.