Western Times News

Gujarati News

ભુજ નગરપાલિકાએ વાજતે ગાજતે ઢોલ વગાડીને લેણદારોને ગુલાબ અને નોટીસ આપી

ભુજ: ભુજ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ભુજની ઘણી હોટલો, દવાખાના, દુકાન, શા-રૂમ ધારકોના સમયસર વેરા મળતા નથી. લાંબા સમયથી એક લાખ ઉપરના બાકી લેણા ધારકોને ત્યાં સુધરાઇની ટીમે ઢોલ વગાડી નોટિસ આપી હતી. અને ગુલાબનું ફૂલ આપ્યું હતું. જો બે દિવસમાં વેરા ભરવામાં આવશે નહીં તો ગટર, પાણીના કનેક્શનો કાપવાની ચીમકી પણ આપી છે. ગત વર્ષે સુધરાઇને અંદાજે ૧૦ કરોડની આવક ટેક્સ પેટે થઇ હતી. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૮ કરોડની આવક થવા પામી છે.

માર્ચ મહિનો નજીક આવતા સરકારી વિભાગો લેણા વસૂલવા સક્રીય બન્યા છે ત્યારે ભુજ સુધરાઈએ પણ ૧ લાખથી વધુના લેણા ધારકોના દ્વારે જઈને ઢોલ વગાડી લેણાની નોટિસ આપી હતી જો કે,આ વખતે નવતર અભિગમ કરી લેણદારોને ગુલાબનું ફૂલ અપાયું હતું
ભુજ નગરપાલિકા દ્વારા ગટર,પાણી,લાઇટની વ્યવસ્થા પેટે વેરા વસૂલવામાં આવે છે પરંતુ ભુજની ઘણી હોટલો, દવાખાના, દુકાન, શો રૂમ ધારકો સમયસર વેરા મળતા નથી છેલ્લા લાંબા સમયથી એક લાખ કે ઉપરના બાકીના લેણા ધારકોને ત્યાં સુધરાઈની ટીમે જઈ ઢોલ વગાડી નોટિસ આપી હતી.

સાથે ગાંધીગીરી કરવામાં આવી હતી બાકીદારોને ગુલાબનું ફૂલ અપાયું હતું જો સમયસર બે દિવસમાં વેરા ભરવામાં નહિ આવે તો ગટર, પાણીના કનેક્શનો કાપવાની ચીમકી અપાઈ હતી ભુજના હોસ્પિટલ રોડ, બસ સ્ટેશન, લાલ ટેકરી સહિતના વિસ્તારોમાં બાકીદારોના દ્રારે જઇ ઢોલ વગાડી લેણાની નોટિસ અપાઈ હતી નોંધનીય છે કે,ગત વર્ષે સુધરાઈને અંદાજે ૧૦ કરોડ ની આવક ટેક્ષ પેટે થઈ હતી જે સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૮ કરોડની આવક થવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.