ભુજ-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પુનઃ શરૂ
રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ભુજ-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન પૂર્વવત કરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 22829/22830 ભુજ-શાલીમાર-ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ
ટ્રેન નંબર 22829 ભુજ – શાલીમાર એક્સપ્રેસ 09 ઓગસ્ટ 2022 થી દર મંગળવારે 15:05 કલાકે ભુજથી ઉપડીને
ત્રીજા દિવસે 09:30 કલાકે શાલીમાર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 22830 શાલીમાર – ભુજ એક્સપ્રેસ 06 ઓગસ્ટ 2022 થી દર શનિવારે શાલીમારથી 20:20 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 14:45 કલાકે ભુજ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાલી, ધાંગધ્રા, અમદાવાદ, આણંદ,
છાયાપુરી, રતલામ, નાગદા, ઉજ્જૈન, સુજાલપુર, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, સૌગૌર, દમોહ, કટની,મુરવારા, શહડોલ, તે અનુપપુર, બિલાસપુર, ચંપા, રાયગઢ, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર, ખડકપુર અને સંતરાગાછી સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ રહેશે.
ટ્રેન નંબર22829 ટિકિટનું બુકિંગ 07 ઓગસ્ટ, 2022થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
ટ્રેનોના પરિચાલન સમય, હોલ્ટ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે
યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે.