ભુલભુલૈયા સિક્વલનું શૂટિંગ જયપુરમાંઃ તબ્બુ શૂટિંગ કરશે
મુંબઇ, ભુલભુલૈયા ફિલ્મની સિક્વલનું શૂટિંગ શરૂ કરવામાં આવી ચુક્યું છે. મૂળભૂત ફિલ્મના બે ગીતો આ ફિલ્મમાં રાખવામાં આવ્યા છે. ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી તેમજ તબ્બુ પણ નજરે પડનાર છે. આગામી સપ્તાહથી કિયારા પણ શટિંગમાં સામેલ થશે. મૂળભૂત ફિલ્મના બે ગીતો આમા રાખવામાં આવ્યા છે. વર્ષ ૨૦૦૭માં ભુલભુલૈયા ફિલ્મ રજૂ કરવામાં આવી હતી જેમાં વિદ્યા બાલન અને દક્ષિણ ભારતના અભિનેતા વિનિતે ક્લાસિકલ ડાન્સરની ભૂમિકા અદા કરી હતી. હવે ફરી ફિલ્મની સિક્વલ ફિલ્મ બની રહી છે. ભુલભુલૈયા-૨ ફિલ્મમાં અન્ય કલાકારોની પસંદગી હજુ સુધી કરવામાં આવી નથી પરંતુ ફિલ્મનું શૂટિંગ ઝડપથી ચાલી રહ્યું છે.
જયપુરમાં ૧૦ દિવસ સુધી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે ત્યારબાદ લખનૌમાં રાજમહેલ ખાતે ફિલ્મનું શૂટિંગ કરાશે. અનિષ બાજમી અને તેની ટીમ જુદા જુદા સ્થળો ઉપર શૂટિંગ કરનાર છે. એપ્રિલના મધ્ય સુધી શૂટિંગના બીજા હિસ્સાને સમેટી લેવામાં આવશે. વર્ષ ૨૦૦૭માં બનેલી ફિલ્મમાં નટવર આકા છોટે પંડિતની ભૂમિકા અદા કરનાર રાજપાલ યાદવ બીજા ભાગમાં પણ નજરે પડશે પરંતુ તે પોતાના પ્રથમ ભાગની ભૂમિકામાં નજરે પડશે નહીં. મુળભૂત ફિલ્મના બે ગીતોને આ ફિલ્મમાં રાખવામાં આવનાર છે જેમાં હરે રામ હરે રામ અને મેરા ઢોલનાનો સમાવેશ થાય છે. જયપુરમાં શૂટિંગ કરવામાં આવ્યા બાદ આ હોરર કોમેડી ફિલ્મનું શૂટિંગ લખનૌમાં કરવામાં આવશે. શૂટિંગને લઇને જયપુરમાં તમામ પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. ફિલ્મ સાથે જાડાયેલા કલાકારો પહેલાથી જ જયપુરમાં પહોંચી ચુક્યા છે અને તૈયારીમાં લાગી ગયા છે.