Western Times News

Gujarati News

ભુવી પ્રથમ છ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં ટોપ પર પહોંચી ગયો

નવીદિલ્હી, ભારત અને આયર્લેન્ડ વચ્ચે ડબલિનમાં રમાયેલી પ્રથમ ટી૧૦ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ઈતિહાસ રચતા એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભુવીએ પોતાની ૩ ઓવરમાં ૧૬ રન આપી એક વિકેટ ઝડપી હતી.

આ દરમિયાન તેણે એક ઓવર મેડન પણ ફેંકી હતી. ભુવનેશ્વર કુમારને આયર્લેન્ડ વિરુદ્ધ એકમાત્ર વિકેટ પાવરપ્લેમાં મળી અને તે ટી૨૦ ક્રિકેટમાં પ્રથમ છ ઓવરમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. તેણે આ મામલામાં સૈમુઅલ બદ્રી અને ટિમ સાઉદીને પાછળ છોડી દીધા છે.

ભુવીને એકમાત્ર વિકેટ યજમાન ટીમના કેપ્ટન એન્ડ્ર્યૂ બાલબર્નીના રૂપમાં મળી, તેને ભુવીએ પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ભુવીના નામે ટી૨૦ આંતરરાષ્ટ્રીય પાવરપ્લેમાં હવે ૩૪ વિકેટ થઈ ગઈ છે અને તે પ્રથમ છ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં ટોપ પર પહોંચી ગયો છે.

ટી ૨૦ ક્રિકેટમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટો લેનારા ખેલાડીઓની યાદી આ પ્રમાણે છે ૩૪ વિકેટ – ભુવનેશ્વર કુમાર,૩૩ વિકેટ – સેમ્યુઅલ બદ્રી,૩૩ વિકેટ – ટિમ સાઉદી,૨૭ વિકેટ – શાકિબ અલ હસન,૨૭ વિકેટ – જાેશ હેઝલવુડ
ભુવનેશ્વર કુમારના ટી૨૦ આંતરરાષ્ટ્રીય કરિયર પર નજર કરીએ તો તેણે ૬૫ મેચમાં ૬૫ વિકેટ ઝડપી છે.

આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૨૪ રન આપી પાંચ વિકેટ રહ્યું છે. જાે મેચની વાત કરીએ તો વરસાદને કારણે મુકાબલો મોડો શરૂ થયો હતો. ૧૨-૧૨ ઓવરના આ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. યજમાન ટીમ માટે ટેક્ટરે ૩૩ બોલમાં ૬ ચોગ્ગા અને ૩ ફોરની મદદથી ૬૪ રન બનાવ્યા હતા.

જેની મદદથી આયર્લેન્ડે ભારતને ૧૦૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. દીપક હુડ્ડાના ૨૯ બોલમાં અણનમ ૪૭ રનની મદદથી ભારતે ૧૬ બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. હવે બંને ટીમ વચ્ચે અંતિમ ટી૨૦ મુકાબલો ૨૮ જૂને રમાશે.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.