ભૂંડ પોતાની કળાથી ૫૦ લાખથી વધુ કમાય છે
સ્પેન: પિગ્કાસો ૪ વર્ષનું એક ભૂંડ છે. જે અત્યારે દુનિયાભરમાં ફેમસ થઈ ગયું છે. આ ભૂંડ તેની માલકીન જાેને લેફ્સનની સાથે સાઉથ અફ્રિકામાં રહે છે. પિગ્કાસો હવે તો લાખો પેન્ટિંગબનાવી ચુક્યું છે. પિગ્કાસોએ બ્રિટેનના પ્રિન્સ હેરીની પેન્ટિંગ બનાવી હતી. આ સુંદર પેન્ટિંગને સ્પેનના એક વ્યક્તિએ ૨ લાખ ૩૬ હજારમાં ખરીદી હતી.
આ પેન્ટિંગને થોડીક મિનિટમાં તૈયાર કરી લીધી હતી. આ પહેલાં પિગ્કાસોએ બ્રિટેનની મહારાણી એલિજાબેથની પેન્ટિંગ પણ બનાવી હતી. જેને બે લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પિગ્કાસોએ બનાવેલી પેન્ટિંગ ખૂબ વાયરલ થઈ રહી છે. એક ભૂંડ થઈને પણ પિગ્કાસો એકદમ અનુભવી કલાકારોનીજેમ પેન્ટિંગ બનાવે છે.
તે મોંમા બ્રશ પકડીને રંગોની કેનવાસ પર કોતરણી કરે છે. પિગ્કાસોની પેન્ટિંગથી થતી કમાણીથી ફાર્મમાં રહેલા પ્રાણીઓ માટે ખર્ચ કરવામાં આવે છે. પિગ્કાસોની માલકિન તેને એક બૂચડખાનાથી લાવી હતી. ભૂંડને ખૂબ પ્રતિભાશાળી જાનવર માનવામાં આવે છે. ભૂંડના ગુણોને ઉજવવા માટે અમેરિકામાં દર વર્ષે ૧ માર્ચે રાષ્ટ્રીય ભૂંડ દિવસ મનાવવામાં આવે છે. ૧૯૭૨માં અમેરિકામાં રહેવાવાળી બે બહેનો એલેન અને નેરીએ આ દિવસની શરૂઆત કરી હતી.