ભૂકંપમાં ફાળવાયેલા મકાનની માલિકી અપાશેઃ મહેસુલ મંત્રી
(એજન્સી)ગાંધીનગર, વર્ષ ર૦૦૧માં કચ્છમાં આવેલા ભૂકંપમાં જેમનાં મકાન પડી ગયાં હતાં તેમને રાજય સરકાર અને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા મકાન ફાળવાયાં હતાં.
આ મકાન જેમને ફાળવાયાં છે. તેમનો પરીવાર વર્ષોથી મકાનમાં રહે છે. પણ તેમની પાસે મકાન માલીકીને લગતા કે કબજાને લગતા કોઈ પુરાવા નથી. આથી રાજય સરકારે જે ર૦ હજાર પરીવારોને મકાન ફાળવ્યાં છે. તેમને માલીકી હક આપી દેવો તેવું નકકી કર્યું હોવાનું મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. તેમણે કહયું હતું કે, ભૂકંપ વખતે ર૦ હજાર મકાન ફાળવાયાં હતા.