ભૂખ્યા બાળકો જાેઈ કોન્સ્ટેબલે પોતાનું જમવાનું આપી દીધું
હૈદરાબાદ: સોશિયલ મીડિયા પર એક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલના લોકો ભરપેટ વખાણ કરી રહ્યા છે. હકીકતમાં પોલીસ કર્મચારીએ પોતાની ડ્યુટી દરમિયાન રસ્તા પર બે માસૂમ બાળકનો લોકો પાસેથી રસ્તા પર ખાવાનું માગતા જાેયા હતા. તે તરત જ તેમની પાસે ગયા અને પોતાની પાસે રાખેલી બેગમાંથી પોતાનું જમવાનું તેમને આપી દીધું. હવે આ ઘનટાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને તેલંગણા પોલીસના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પર સોમવારે શેર કરવામાં આવ્યો. લોકો પોલીસ કોન્સ્ટેબલના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
આ વીડિયો ટિ્વટર પર આઈએએસ અધિકારી સુપ્રિયા સાહુએ પણ શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું ભૂખ્યા બાળકોને પોતાનું જમવાનું ટિફિન આપી દેનાર ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ મહેશે હૈદરાબાદમાં ડ્યુટી દરમિયાન આ બાળકોને રસ્તા પર ખાવાનું માગતા જાેયા હતા. વાહ… સારા કામની એક નાની પહેલ પણ મોટો બદલાવ લાવી શકે છે. અમને આશા છે કે આ બાળકોને સુરક્ષિત આશરો મળશે.
હકીકતમાં આ વીડિયો તેલંગણા પોલીસે ૧૭ મેના રોજ ટિ્વટ કર્યો હતો.
તેના કેપ્શનમાં લખ્યું હતું ‘જ્યારે પંજાગુટ્ટા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ મહેશ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તો તેમણે જાેયું કે રસ્તાની બંને તરફ બે બાળકો એકબીજા સાથે ખાવાનું માગતા હતા. તેમણે તરત જ બેગથી પોતાનું જમવાનું કાઢ્યું અને બાળકોને ખવડાવ્યું.’ આ વીડિયોને ન્યુઝ લખવામાં આવ્યા સુધીમાં દોઢ લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે અને ૧૫ હજાર કરતા વધુ લાઇક્સ પણ મળી ચૂક્યા છે. લગભગ દોઢ મિનિટની આ ક્લિપમાં તમે જાેઈ શકો છો કે પોલીસ કોન્સ્ટેબલ બાળકોને પ્લેટ્સ આપે છે અને પછી પોતાની બેગમાંથી લંચ બોક્સ કાઢીને પોતાનું જમવાનું તેમને પીરસે છે. જેને બાળકો ખૂબ જ ખુશ થઈને જમે છે.