Western Times News

Gujarati News

ભૂતપૂર્વ મહિલા બ્રાન્ચ મેનેજર, એકાઉન્ટન્ટે નંદાસણ મહિલા સેવા સહકારી બેન્કમાં રૂ.૭.૮૦ કરોડની ઉચાપત કરી

પ્રતિકાત્મક

તત્કાલિન મહિલા બ્રાન્ચ મેનેજર, એકાઉન્ટન્ટ સહિત ૩ સામે ગુનો નોંધાયો

મહેસાણા, નંદાસણ ખાતે આવેલી મહિલા સેવા સહકારી બેન્કમાં હંગામી ગેરરીતિ આચરી પાછળથી ૧,૪૪૪ બોગસ લોન ફાઈલોને મંજુરી આપી રૂ.૭.૮૦ કરોડની ઉચાપત આચરનાર તત્કાલિન મહિલા બ્રાન્ચ મેનેજર, એકાઉન્ટન્ટ સહિત ત્રણ સામે હેડ ઓફિસના ચીફ જનરલ મેનેજરે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સહકારી ક્ષેત્રમાં ચકચાર મચી જવા પામી છે.

કડી તાલુકા નંદાસણ ખાતે આવેલી મહિલા સેવા સહકારી બેન્કમાં તત્કાલિન બ્રાન્ચ મેનેજર તરીકે દીપાબેન પ્રકાશભાઈ મહેતા (રહે. ૭, શાંતિસદન, ધર્મનગર સોસાયટી, સાબરમતી, અમદાવાદ) તેમજ એકાઉન્ટન્ટ તરીકે રીન્કુબેન દુર્ગાપ્રસાદ શર્મા (મીરાÂમ્બકા સોસાયટી, વાઈડ એન્ગલ સિનેમા પાસે, મહેસાણા) વર્ષ ર૦ર૧થી ફરજ બજાવતા હતા. તેમના ફરજકાળ દરમિયાન ઉપરોકત બંને મહિલા કર્મીએ રૂ.૬૦.૪ર લાખ ઉપરાંતની હંગામી ઉચાપત કરી હતી. જેની તપાસ કરવામાં આવતા બોગસ લોન ફાઈલોને મંજુરી આપી રૂ.૭.૮૦ કરોડની વધુ ઉચાપત બહાર આવતા હડકંપ મચી ગયો હતો.

નંદાસણ મહિલા સેવા સહકારી બેન્કના તત્કાલિન મહિલા બ્રાન્ચ મેનેજર, એકાઉન્ટન્ટના મેળાપણાથી બી.આર. ગ્રુપના માલિક ભાવેશભાઈ રાજેશભાઈ શાહ (મુલહંસ સોસાયટી, ઓએનજીસી રોડ, કલોલ) એ મહિલાઓના આર્થિક વિકાસ અને સ્વરોજગારી માટે કામગીરી કરતા હોવાની ઓળખ આપી મહેસાણા જિલ્લાની બહેનોના નામે ૧,૪૪૪ જેટલી લોન ફાઈલો રજૂ કરી હતી

અને કોઈપણ જાતનું વેરિફિકેશન કર્યા વગર બ્રાન્ચ મેનેજરે લોન મંજૂર કરી રૂ.૭.૮૦ કરોડથી વધુની રકમનું ધિરાણ આપી ઉપાચત કરી હોવાનું બહાર આવ્યું હતું તપાસ અહેવાલના આધારે નંદાસણ મહિલા સેવા સહકારી બેન્કની અમદાવાદ ખાતે આવેલી હેડ ઓફિસના ચીફ જનરલ મેનેજર વંદનાબેન અતુલભાઈ શાહે ઉચાપત કરનાર ત્રણ સામે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે બે મહિલા સહિત ત્રણેય આરોપીઓ સામે છેતરપિંડી સ્+ાહિતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. નોંધપાત્ર છે કે ઉપરોકત સેવા સહકારી બેકની ૧૩ જેટલી બ્રાન્ચો કાર્યરત છે. જેમાં નંદાસણની બ્રાન્ચમાં કરોડોની ઉચાપત બહાર આવતા સહકારી ક્ષેત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.