ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોમામાં સરી પડ્યા
નવી દિલ્હી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ડીપ કોમામાં સરી પડ્યા હોવાનું હોસ્પિટલે કહ્યું છે. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ દ્વારા બુધવારે તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓને સતત વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
હોસ્પિટલ દ્વારા અપોયેલી માહિતી મુજબ પ્રણવ મુખર્જી વિતેલા ૧૬ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બ્રેઇન સર્જરી થયા પછી તેમની સ્થિતિ નાજુક બની છે. હોસ્પિટલ તંત્રનું કહેવુ છે કે પૂર્વ રાષ્ટ્રપતિના ફેફસાંમાં સંક્રમણ ફેલાઇ ગયુ છે અને ગઇકાલથી તેમના કિડની પણ કામ કરી રહી નથી.
નોંધનીય છે કે પ્રણવ મુખર્જીને ફેફસાં સંક્રમણ થયા બાદ સ્વાસ્થ્ય લથડ્યુ હતું, આ માટે નિષ્ણાંતોની એક ટીમ સતત તેમની સારવાર કરી રહી છે. તેઓને બહુ જ જરુરી એક સર્જરી માટે ૧૦ ઓગષ્ટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવારમા કોરોના પોઝિટીવ હોવાનો ખુલાસો થયો હતો. જે પછી તેમનુ સ્વાસ્થ્ય સતત ખરાબ થઇ રહ્યું છે.