ભૂતિયા સફાઇ કર્મીઓની હાજરી મામલે ઊંઝા નપામાં કૌભાંડ ઝડપાયું
ઊંઝા, ઊંઝા નગરપાલિકા પ્રમુખ અને તત્કાલિન ચીફ ઓફિસર સામે વિપક્ષના નેતાએ ગોટાળાની ફરિયાદ કરી છે. જેના લીધે ઊંઝા નગરપાલિકા વિવાદમાં સપડાઇ છે.
ઊંઝાના તત્કાલિન અને હાલના મહેસાણાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ સામે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભાવેશ પટેલે ACBમાં લેખિતમાં રજૂઆત કરી છે. અલ્પેશ પટેલ પર આઉટસોર્સિંગ એજન્સી સાથે મળીને ૧૬ લાખના ગોટાળાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સફાઈ કામદારોની ભૂતિયા હાજરી પૂરી કૌભાંડ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
લેખિત અરજીમાં નગરપાલિકામાંથી ઓક્ટોમ્બર, નવેમ્બર, ડિસેમ્બર ૨૦૨૧ અને જાન્યુઆરીના ૪ માસના બિલ ચૂકવણીનો રેકોર્ડ ગાયબ હોવાનું જણાવવામાં આવ્યું છે. પાલિકામાં કર્મચારીઓના EPF, GST, વીમા સહિતના ચલણનો રેકોર્ડ પણ ગાયબ છે.
કૌભાંડ આચરનાર જવાબદારો સામે ફરિયાદ નોંધાવી તમામ વિરોધ પક્ષના સભ્યોએ લેખિત અરજી આપી છે. ચીફ ઓફિસર બદલાતા જ બિલ ઘટીને ૪.૬૨ લાખથી ૧.૦૬ લાખ થઈ ગયું. ૪ માસ સુધી ૩ લાખ કરતા વધુ રકમ ચૂકવાઈ.SS1MS