ભૂપેન્દ્રસિંહ ચુડાસમા-ધોળકા મતક્ષેત્રની ચૂંટણી રદ કરવાની સામે સુપ્રિમ કોર્ટે સ્ટે
સુપ્રિમ કોર્ટે આપેલ સ્ટે નો ચૂકાદો શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા માટે, સમગ્ર ભારતીય જનતા પાર્ટી માટે અને
રાજય સરકાર માટે એક રાહતના સમચાર છે. સત્યમેવ જયતે – ભરત પંડયા
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા મતક્ષેત્રની મતગણતરીનાં મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી રદ કરવાનો ચૂકાદો આપ્યો હતો. તેની સામે આજે સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો છે. આ સુપ્રિમ કોર્ટના સ્ટેના ચૂકાદાને અમે સહર્ષ આવકારીએ છીએ. આ સુપ્રિમ કોર્ટનો ચૂકાદો શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા માટે, સમગ્ર ભારતીય જનતા પાર્ટી માટે અને રાજય સરકાર માટે એક સારાં અને રાહતના સમાચાર છે. સત્યમેવ જયતે ||