Western Times News

Gujarati News

ભૂપેન્દ્ર પટેલે નારણપુરામાં ઉત્તરાયણની ઉજવણી કરી

અમદાવાદ, ઉત્તરાયણના તહેવાર પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પતંગ ચગાવીને ઉજવણી કરતા જાેવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા પોતાના ભાઈના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પતંગ ચગાવ્યા હતા અને મકરસંક્રાંતિની ઉજવણી કરીને રાજ્યની પ્રજાને તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્ર પટેલની આ પહેલી ઉત્તરાયણ છે, ત્યારે તેમણે પોતાની પહેલી ઉત્તરાયણ પોતાના ભાઈના ઘરે ઉજવી હતી. ભૂપેન્દ્ર પટેલ ઉત્તરાયણ પર્વ મનાવવા અમદાવાદના નારણપુરા પહોંચ્યા. અહીં તેમણે પોતાના ભાઈના ઘરે ઉત્તરાયણ મનાવી. ધાબા પર ચઢીને મુખ્યમંત્રીએ પતંગની દોર પર પણ હાથ અજમાવ્યો.

આ દરમિયાન મુખ્યમંત્રીએ ચીકી ખાતા ખાતા આસપાસના લોકો સાથે વાતચીત પણ કરી. આજે સવારે અમદાવાદના જગન્નાથજી મંદિરના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના આખા પરિવાર સાથે નારણપુરામાં રહેતા ભાઈના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણીનો આનંદ માણ્યો હતો.

અહીં તેમણે સ્થાનિક લોકો સાથે પણ વાત કરી હતી. ઉત્તરાયણના પર્વની ઉજવણીમાં પશુઓને ઘાસચારો અને જરૂરિયાતમંદ લોકોને દાનનું મહત્વ છે. આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહજતાપૂર્વક નિભાવી હતી. મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા. તેઓ સવારે શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથજી ભગવાનના મંદિરે પહોંચ્યા હતા.

જ્યાં તેમણે પૂજા-અર્ચના કરી હતી અને ત્યારબાદ ગૌમાતાનું પૂજન કરીને ઘાસચારો નીર્યો હતો. મુખ્યમંત્રીએ જગન્નાથજીના મંદિર પરિસરમાં હાજર દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું અને મંદિર વિસ્તારમાં વસતા પરિવારો તેમજ જરૂરિયાતમંદ લોકોમાં મીઠાઈનું વિતરણ કર્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નારણપુરા ખાતે પરિવારના સદસ્યો સાથે કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઈનના પાલન સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી. જ્યારે આજે દાન-પુણ્યના શુભ દિવસ મકરસંક્રાંતિના પાવનપર્વ નિમિત્તે અમદાવાદ ખાતે વિશ્વ પ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિર ખાતે પ્રભુના દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત ગૌમાતાને ઘાસચારો ખવડાવીને દ્રરિદ્રનારાયણને લાડુનું વિતરણ કર્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.