ભૂમિ વિવાદમાં મુંગેરમાં ત્રણ લોકોની હત્યા કરવામાં આવી
પટણા: બિહારના મુંગેરમાં કાસિમ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોકબિરા ચ્હા ટોલામાં ગઇકાલે રાતે બે પક્ષો વચ્ચે આડેધડ ગોળીબાર થયા હતાં જેમાં ત્રણ લોકોના મોત નિપજયા હતાં આ ખુની ખેલ શરૂઆત બપોરના સમયે થઇ હતી જયારે બંન્ને પક્ષોના લોકો જમીન વિવાદને લઇ આમને સામને થઇ ગયા હતાં ત્યારબાદ બંન્ને પક્ષો વચ્ચે તનાવનો માહોલ બની ગયો હતો અને મારપીટ શરૂ થઇ હતી
જાે કે થોડા સમય બાદ બંન્ને પક્ષ શાંત થઇ ચાલ્યા ગયા હતાં પરંતુ દુશ્મનીની આગ હજુ પણ ઓલવાઇ ન હતી
રાતે બંન્ને પક્ષો વચ્ચે ફરી વિવાદ શરૂ થયો હતો અને આ દરમિયાન ગોળીબાર થયા તેમાં બંન્ને પક્ષોના ત્રણ લોકોના મોત નિપજયા હતાં મૃતકોમાં એક પક્ષથી જયજય રામ સાવ અને તેમનો પુત્ર કુંદન સાવ અને બીજા પક્ષમાંથી સાગર કુમાર મહંતો સામેલ છે લગભગ બે કલાક સુધી ગોળીબાર થયા બાદ ચાર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટા સ્થળે પહોંચી અને શબને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતાં
આ મામલામાં પોલીસે એક પક્ષમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.ઘટના બાદ ગામમાં ભયનું વાતાવરણ છવાઇ ગયું છે. જાણકારી અનુસાર ઓમ પ્રકાશ સહની નામના વ્યક્તિએ ૧૨ વર્ષ પહેલા ૧૨ કઠ્ઠા ત્રણ ધૂર જમીન ખરીદી હતી તે જમીન પર કબજાને લઇ રામા વિંદે ઓમપ્રકાશથી પાંચ લાખ રૂપિયાની રંગદારી માંગી હતી આ જમીનને લઇ બંન્ને વચ્ચે તનાવ ચાલી રહ્યો હતો અને આ જમીનને લઇ અનેક વાર બંન્ને પક્ષોના લોકો સામસામે આવી ગયા હતાં પરંતુ આ વખતે વિવાદ ઉગ્ર બન્યો હતો અને બંન્ને પક્ષો વચ્ચે ગોળીબાર થયા અને તેમાં ત્રણ લોકોને જીવ ગુમાવ્યો