Western Times News

Gujarati News

ભૂલકાઓના કુમકુમ પગલાં પડાવી પગ ધોઇ પૂજન કરી વાજતે-ગાજતે શાળામાં પ્રવેશ કરાવ્યો

સ્કૂલ ચલે હમ – કન્યા કેળવણી મહોત્સવ- શાળા પ્રવેશોત્સવ: ૨૦૨૪:-અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ૧૭૮૯થી વધુ બાળકોનું નામકન થયું**

કુલ ૮૦૦થી વધુ કુમારો અને ૯૦૦થી કન્યાઓએ પ્રવેશ મેળવ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ૨૧મી શ્રૃખંલાનો ઉમંગ અને ઉત્સાહભેર પ્રારંભ થયો છે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ પ્રવેશપાત્ર ભૂલકાઓનું નામાંકન થતા તેનો વિદ્યારંભ થયો છે. શાળાકીય સ્તરે ગુણાત્મક પરિવર્તન લાવવાના શુભાશયથી શરૂ થયેલા રાજ્ય સરકારના આ અભિયાનને અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં વ્યાપક સામાજિક સહયોગ મળ્યો છે.

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ૩૧ ગામમાં ૧૨૮ મહાનુભાવાનો ઉપસ્થિતિમાં ૪૨  શાળાઓમાં કુલ ૧૭૮૯  ભૂલકાઓનું નામાંકન કરાવવામાં આવ્યું છે, જેમાં ૮૦૦થી વધુ કુમારો અને ૯૦૦થી વધુ કન્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે આંગણવાડીમાં કુલ ૩૧૧ ભૂલકાઓ, બાલવાટિકામાં ૭૦૩ બાળકો, ધોરણ ૧માં ૫૦૬ જ્યારે ધોરણ ૯માં ૨૬૯ બાળકોનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર શિક્ષા દ્વારા તમામ બાળકોને વિવિધ શૈક્ષણિક સહ અભ્યાસિક સંદર્ભ સાહિત્ય અને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે  વિરમગામ તાલુકાના ભોજવા ગામ ખાતે આવેલી મોડેલ સ્કૂલ ભોજાવામાં આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪ અંતગર્ત વિરમગામના વાંસવા અને જખવાડા ગામ ખાતે વિરમગામ પ્રાંત શ્રી વિરેન્દ્ર દેસાઈ, ઓગણ ખાતે વિરમગામના તાલુકા વિકાસ અધિકારી શ્રી ધવલ દેસાઈ, અલબદર બજાણીયાપુરા હાંસલપુર ખાતે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલ, જખવાડા ગામ ખાતે સમગ્ર શિક્ષા અભિયાનના

ડાયરેક્ટર શ્રી સુશ્રી એ.એમ.ચૌધરી, વલાણા ખાતે જિલ્લા પંચાયત અમદાવાદ નાયબ કાર્યપાલ ઇજનેર (બાંધકામ પેટા)ના ઈશાન પટેલ, મણીપુરા ગામ ખાતે જિલ્લા પંચાયત અમદાવાદના હિસાબી અધિ (શિક્ષણ) શ્રી હિમાંશુ પ્રજાપતિ, વિરમગામની ધાકડી પ્રાથમિક શાળા, ભોજવા પ્રાથમિક શાળા ખાતે વિરમગામ મેડિકલ ઓફિસર ડોક્ટર રવિન્દ્ર સિંહ વાઘેલા, વિરમગામની ડેડીયાસણ પ્રાથમિક શાળા, કાલીયાના પ્રાથમિક શાળા ઝુંડ પ્રાથમિક શાળામાં કલેક્ટર કચેરી અમદાવાદના જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દિતા બી.કથારીયા,

ગોરૈયા પ્રાથમિક શાળા, દોલતપુરા પ્રાથમિક શાળા, ડુમાણા પ્રાથમિક શાળામાં કલેકટર કચેરી અમદાવાદના નાયબ કલેકટર બિન ખેતી શ્રી પરેશકુમાર પી પ્રજાપતિ,  ખેંગારીયા ગામ ખાતે જિલ્લા પંચાયત અમદાવાદના ડેપ્યુટી વીડીયો શ્રી કલ્પેશ કોરડીયા, શાહપુર ગામ ખાતે વિરમગામના મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર રોહન પટેલ, નીલકી પ્રાથમિક શાળા દેસાઈપુરા પ્રાથમિક શાળા જુનાપાધર પ્રાથમિક શાળા ખાતે વિરમગામ સીડીપીઓ મીતાબેન જાની ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડૉ.ગૌરાંગ વ્યાસ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી પ્રમોદભાઈ પટેલ, જિલ્લા સદસ્ય શ્રી વિષ્ણુભાઇ જાદવ, જિલ્લા સદસ્ય શ્રી જગદીશભાઈ વડલાની તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારી ,પદાધિકારી શ્રી વિવિધ ગામોમાં શાળા પ્રવેશોત્સવમાં જોડાઈને વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.