Western Times News

Gujarati News

ભૂલો કરતી રહીશ, તો વધારે સારું શીખીશઃ મલાઈકા અરોરા

ઘર જેવું ભોજન પીરસતા રેસ્ટોરન્ટ-કેફે શરૂ કરવાની ઈચ્છા

છેલ્લા ઘણાં સમયથી મલાઈકા અરોરા ફિલ્મમાં જોવા મળી નથી, પરંતુ રિયાલિટી શોમાં છવાયેલી રહે છે

મુંબઈ,એક્ટિંગ અને મોડેલિંગ ઉપરાંત પર્સનલ લાઈફના કારણે મલાઈકા અરોરા ચર્ચામાં રહેતી હોય છે. છેલ્લા ઘણાં સમયથી મલાઈકા અરોરા ફિલ્મમાં જોવા મળી નથી, પરંતુ રિયાલિટી શોમાં છવાયેલી રહે છે. મલાઈકા અરોરાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં ઘણાં ઉતાર-ચડાવ આવ્યાં છે. મલાઈકાનું માનવું છે કે, જીવનમાં તેણે ઘણી ભૂલો કરી હશે. જો કે ભૂલો કરતી રહીશ, તો વધારે સારું શીખી શકીશ. મલાઈકા અરોરાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાના જીવનની પસંદગીઓ અંગે વાત કરી હતી.

પોતાની શરતો પર જીવનને માણવા બદલ ખુશી વ્યક્ત કરવાની સાથે મલાઈકાએ ભૂતકાળ બદલ કોઈ પસ્તાવો નહીં હોવાનું કહ્યું હતું. ૫૦ વર્ષીય મલાઈકા પોતાના જીવનથી અને તેમાં આવેલા પરિવર્તનોથી ખુશ છે. આ સાથે તેણે વધારે સારું શીખવાનો અને ભૂલો કરતા રહેવાનો ઈરાદો પણ વ્યક્ત કર્યાે હતો. મલાઈકાએ કહ્યું હતું કે, પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મેં કરેલી દરેક પસંદગી પર મને વિશ્વાસ છે. તેના કારણે જ મારું જીવન ઘડાયું છે. જીવનમાં કોઈ પસ્તાવો રાખવાના બદલે મલાઈકા પોતાની જાતને ભાગ્યશાળી સમજે છે અને જીવનમાં જે કંઈ પણ ઘટનાઓ બને છે તેને ખુલ્લા મને આવકારે છે. મલાઈકા ત્રણ દાયકાથી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે અને ઘણી ફિલ્મોમાં ગેસ્ટ રોલ, સ્પેશિયલ એપિયરન્સ આપેલા છે.

જો કે મલાઈકાને મહત્ત્વના રોલ મળ્યા નથી. મલાઈકાને તેના ડાન્સ માટે યાદ કરાય છે, પરંતુ તેના રોલ એવા દમદાર રહ્યા નથી. મલાઈકાની ઈચ્છા ફિલ્મોમાં ફુલ ફ્લેજ્ડ રોલ કરવાની છે, જેથી પોતાની ઈમેજ અને કરિયર બંનેમાં પરિવર્તન આવી શકે. મલાઈકા અત્યારે રેસ્ટોરન્ટ ચેઈન બનાવવા પ્રયાસ કરી રહી છે, જ્યાં હેલ્ધી ફૂડ સર્વ થતું હોય. મલાઈકાએ કહ્યું હતું કે, ઘરનું બનેલું ભોજન હોય તે પ્રકારની ડિશ આપતા રેસ્ટોરન્ટ-કેફે શૂ કરવા છે. આ સાથે એક્સાઈટિંગ શૂટિંગ અને ટ્રાવેલિંગની ઈચ્છા પણ છે. મલાઈકા અને અર્જુન કપૂર વચ્ચે ગયા વર્ષે બ્રેક અપ થયું હોવાનું કહેવાય છે. બેમાંથી કોઈએ આ મામલે કોઈ ખુલાસો કર્યાે નથી. ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.