“ભૂલ ભુલૈયા ૨”ની સફળતા કાર્તિક આર્યને ફી વધારી
મુંબઈ, બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ફી અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ફિલ્મની સફળતા બાદ ફી વધારવી સામાન્ય છે.
જાેકે, ફી એટલી ના વધારવી જાેઈએ કે તેની પર કોઈને વિશ્વાસ જ ના થાય. ગયા મહિને એવો દાવો કરવામાં આવ્યો હતો કે કાર્તિક આર્યને ‘ભૂલ ભુલૈયા ૨’ સફળતા થતાં પોતાની ફી ૩૫-૪૦ કરોડ રૂપિયા કરી છે.
કાર્તિકે કહ્યું હતું, ‘ડિજિટલ તથા સેટેલાઇટ રાઇટ્સ માત્ર એક એક્ટરના નામે નહીં, પરંતુ ડિરેક્ટર-પ્રોડ્યૂસર તથા આખી ટીમને કારણે વેચાય છે. જાે તેની કિંમત વધારે છે તો ફી વધારવી સામાન્ય છે. જ્યારે તમે ફિલ્મ બનાવી રહ્યા છો તે તે ફિલ્મ પર દબાણ આવવું જાેઈએ નહીં. જાે આવું ના થાય તો બને તેટલું પ્રેશર ઓછું રાખો. તે આ વાતમાં વિશ્વાસ કરે છે.
કાર્તિકે આગળ કહ્યું હતું કે દરેકની સફળતાનો એક ગ્રાફ હોય છે. માત્ર એક્ટિંગ પ્રોફેશનમાં જ નહીં, પરંતુ દરેક પ્રોફેશનની આ હકીકત છે. દરેક પ્રોફેશનમાં વ્યક્તિ આગળને આગળ વધવા માગે છે. આવું જ થાય છે ને? જાેકે, ખોટું ત્યારે છે, જ્યારે ફિલ્મ પર પ્રેશર આવે છે. જ્યારે કમાણી ના થાય અને તમે ફી વધારો તો તમે ખોટાં છો. બેલેન્સ રાખવું જરૂરી છે. એટલી ફી ના વધારો કે તે અનરિયાલિસ્ટક લાગે.
કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા ૨’એ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મને અનીસ બઝ્મીએ ડિરેક્ટ કરી હતી અને ફિલ્મ ૨૦ મેએ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં કાર્તિક ઉપરાંત કિઆરા અડવાણી, તબુ, રાજપાલ યાદવ તથા સંજય મિશ્રા લીડ રોલમાં છે.SS1MS