ભેંસ ૧ કિલો ઘી, ૨૫ લિટર દૂધ અને કિલો કાજૂ ખાય છે
જાેધપુર, જાેધપુરમાં દર વર્ષે પાલતુ પ્રાણીઓના પ્રદર્શન માટે મેળાનું આયોજન કરવામાં આવે છે. જાેધપુરના હજારો લોકો આ મેળામાં ભાગ લે છે. આ મેળામાં ભીમ નામની ૧,૫૦૦ કિલો વજન ધરાવતી ભેંસની કિંમત રૂ. ૨૪ કરોડ છે.
ભીમ નામની ભેંસના માલિકનું નામ અરવિંદ જાંગીડ છે. તેમણે જણાવ્યું કે, એક અફઘાન શેખે આ ભેંસ માટે રૂ. ૨૪ કરોડની ઓફર આપી હતી. ત્યારબાદ ભેંસના માલિક અરવિંદ જાંગીડે તેમને જણાવ્યું કે, તેઓ આ મેળામાં ભેંસની હરાજી કરવા માટે નથી લાવ્યા. ભેંસની નસલનાં સંરક્ષણ વિશે લોકોમાં જાગૃતતા લાવવા માટે તેઓ ભેંસને મેળામાં લાવ્યા છે.
ભીમ ભેંસ ૧૪ ફૂટ લાંબી અને ૬ ફૂટ ઊંચી છે. આ ભેંસની જાળવણી માટે માસિક રૂ. ૨ લાખનો ખર્ચ કરવામાં આવે છે. આ ભેંસ દરરોજ એક કિલો ઘી અને ૨૫ લિટર દૂધનો વપરાશ કરે છે. ભેંસને દરરોજ એક કિલોગ્રામ કાજૂ-બદામ પણ આપવામાં આવે છે.
વર્ષ ૨૦૧૯ ના પુષ્કર મેળામાં ભેંસનું વજન ૧,૩૦૦ કિલોગ્રામ હતું, અત્યારે ભેંસનું વજન ૧,૫૦૦ કિલોગ્રામ છે. માત્ર બે વર્ષમાં આ ભેંસની કિંમતમાં રૂ. ૩ કરોડનો વધારો થયો છે. પહેલા આ ભેંસની કિંમત રૂ. ૨૧ કરોડ હતી, આ વર્ષે ભેંસની કિંમત રૂ. ૨૪ કરોડ થઈ ગઈ છે.
ભેંસના માલિક આ ભેંસને વેચવા માટે તૈયાર નથી. અન્ય ભેંસ જેમ કે, યુવરાજ ભેંસ કે જેની કિંમત રૂ. ૯ કરોડ અને સુલતાન ભેંસ કે જેની કિંમત રૂ. ૨૧ કરોડ કરતા પણ ભીમ ભેંસની કિંમત ખૂબ જ વધારે છે. ભીમ ભેંસ સૌથી મોંઘી ભેસ છે. ભીમના માલિક ભેસને વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં પુષ્કર મેળામાં લઈ ગયા હતા અને ત્યાં આ ભેંસે અનેક પુરસ્કાર જીત્યા છે.
ભીમ ભેંસના માલિક ભેંસને બાલોતરા, નાગોર, દહેરાદૂન જેવા અનેક મેળામાં લઈ ગયા હતા, ત્યાં પણ આ ભેંસે અનેક પુરસ્કાર જીત્યા છે. અરવિંદ જાંગીડ ભીમ ભેંસના શુક્રાણુ અન્ય પશુપાલકોને વેચે છે અને તેની ખૂબ જ માંગ જાેવા મળી રહી છે. આ શુક્રાણુથી જન્મ લેતા વાછરડાનું વજન ૪૦થી ૫૦ કિલોગ્રામ હોય છે અને તે જ્યારે પુખ્ત થાય ત્યારે તે દિવસનું ૨૦થી ૩૦ લિટર દૂધ આપે છે.SSS