ભેજાબાજ ગઠીયાએ નામ બદલી નોકરી મેળવી ચેક ચોરી ૧૫ લાખ ઉપાડી દીધા
અમદાવાદ : નારોલ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં નોકરી મેળવ્યા બાદ ઈસમે માલિકનો વિશ્વાસ જીતીને તેમના ચેક ચોરી લીધા હતા બાદમાં બરોડા ખાતે ખોટા નામે બેંક એકાઉન્ટ ખોલીને આશરે ૧૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા ભેજાબાજ શખ્શો ગાયબ થતાં પહેલા કંપનીમાં આપેલો બાયોડેટા તથા અન્ય દસ્તાવેજા પણ ચોરી લીધા હતા. નવલભાઈ બંસીલાલ કોઠારી નારોલમા મોની હોટલ પાછળ બાલાજી રેસ્ટોરટમાં પોતાની ઓફીસ ધરાવે છે
જ્યા ચારથી પાચ જેટલા લોકો કામ કરે છે ગઈ તારીખ ૨૫મીએ તેમના મોબાઈલ પર રૂપિયા ૧૫ લાખ ડેબીટ થયાનો મેસેજ આવ્યો હતો જા કે તેમને આવુ કોઈ પેમેન્ટ કરવાનું ન હોઈ તેમણે બેકના મેનેજર ચંદનભાઈનો સંપર્ક કર્યો હતો બાદમાં તે બેંકમાં જઈ મેનેજરને સમગ્ર વાત કરતા તેમણે ચેક જાતા તેમાં ખોટી સહી તથા સિક્કા હતા
જેના પગલે બેકના સીસીટીવી ફુટેજ તપાસતા નવલભાઈની ઓફીસમા એકાઉન્ટમાં તરીકે કામ કરતો પ્રકાશ રહે ઊધયનગર વાઘોડીયા રોડ વડોદરા, બેકમા આવીને જયેશ હિતેશભાઈ જૈનના ખાતામાં આરટીજીએસ કરી ગયો હતો
આ ઘટના બાદ નવલભાઈ ઓફીસે જીઈને ચેકબુક તપાસતા ભેજાબાજ પ્રકાશે તેમની ચેકબુકમાંથી છેલ્લો છેક ફાડીને તેમા ખોટી સહી સિક્કા માર્યા હોવાનુ બહાર આવ્યુ હતુ જેથી પોલીસ ફરીયાદ કરરવા નવલભાઈએ તેનો બાયોડેટા તથા અન્ય દસ્તાવેજા તપાસતા પ્રકાશે તેમાંથી પોતાના દસ્તાવેજા પણમ ગાયબ કરી નાખ્યા હતા.
બીજી તરફ પ્રકાશે જેના ખાતામાં રૂપિયાનો વ્યવહાર કર્યો એ જયેશ જૈન વિશે તપાસ કરતા બેકના દસ્તાવેજામા પમ તેનાં જ ફોટા મળી આવ્યા હતા.
નકલી વ્યવહાર કર્યા બાદથી કંપનીમા આવવાનું બંધ કરી દિધેલા પ્રકાશે જ પોતાનું નામ બદલીને બરોડાની બેકમાં પોતાનુ ખાતુ ખોલાવતા બહાર આવતાં તમામ લોકો ચોકી ગયા હતા. ઘટના બાદ નવલભાઈ પોતાના પુત્ર સાથે નારોલ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા ફરીયાદ લઈ પોલીસે ભેજાબાજની શોદ હાથ ધરી છે.