ભેરૂન્ડા પ્રાથમિક શાળામાં થનગનાટ સાંસ્કૃતિક કાર્યકમો સાથે વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી
મોડાસા: અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના ભેરૂન્ડા પ્રાથમિક શાળામાં થનગનાટ સાંસ્કૃતિક કાર્યકમો સાથે વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોમાં રહેલીસુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના શુભાશય સાથે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને ખાસ તૈયાર કરીને રજૂ કરવામાં આવેલ થનગનાટ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળીને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર,નાયબ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી સમીરભાઈ પટેલ,આ શાળાના ભૂતપૂર્વ વિધાર્થી અને સાબરકાંઠા જિલ્લા સહકારી મધ્યસ્થ બેન્કના મેનેજિંગ ડિરેકટર પંકજભાઈ પટેલ સહિત ઉપસ્થિત સૌ મહેમાનો, ગ્રામજનો,વાલીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને શાળાના આચાર્ય, શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
શાળાના બાળકોએ વિવિધ વિસ જેટલા કાર્યક્રમો ઉમંગભેર રજૂ કર્યા હતા.વર્ષ દરમિયાન તિથિભોજન સહિતના દાતાઓનું પણ આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સન્માન કરીને બહુમાન કરવામાં આવ્યું હતું અને એમની આ પુણ્ય સેવાઓને બિરડાવવામાં આવી હતી.શાળાના પ્રતિભાશાળી શિક્ષક મોહંમદ સોએલ કાંકરોલિયા તેમજ અન્ય બે પ્રતિભાશાળી છાત્રોનું બહુમાન કરવામાં આવ્યું હતું.શાળાની વાર્ષિકોત્સવની ઉજવણીમાં શાળાના આચાર્ય લાલગીરી ગોસ્વામી અને સ્ટાફ પરિવારે સુંદર અને પ્રભાવી આયોજન કરીને મહેમાનો, વાલીઓ અને ગ્રામજનોના દિલ જીતી લીધાં હતાં.