ભેરૂન્ડા પ્રા. હાઇસ્કુલ છાત્રોને એડવોકેટ ધર્મેશ પટેલ દ્વારા સ્વેટર વિતરણ
મોડાસા: અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં ભેરૂન્ડા પ્રા. શાળા, હાઇસ્કુલ તથા આંગણવાડીનાં તમામ છાત્રોને એડવોકેટ ધર્મેશભાઈ રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું.કડકડતી ઠંડીમાં ગરમ સ્વેટર તમામ છાત્રોને ધર્મેશભાઈ તરફથી વિતરિત કરવામાં આવતા સંચાલક મંડળ સહિત સૌ ગ્રામજનોએ પણ આ ઉમદા સેવા કાર્યની સરાહના કરી હતી.
ઉલ્લેખનીય છે કે,જાણીતા સામાજિક કાર્યકર રાજેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર હાઈસ્કૂલ કારોબારી,આચાર્ય વગેરે દ્વારા વખતોવખત અહીં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થતી રહે છે ને શાળા સંકુલ ધમધમતું રહે છે.