ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસમાં ત્રણને ૬-૬ વર્ષની કેદ

ઈન્દોર, સંત ભૈયુજી મહારાજની આત્મહત્યાના ચકચારી કેસમાં ઈન્દોર કોર્ટે ત્રણ લોકોને દોષી ઠેરવ્યા છે. ઈન્દોરની જિલ્લા કોર્ટે ભૈયુજી મહારાજના સેવાદાર વિનાયક, ડ્રાઈવર શરદ અને શિષ્યા પલકને કસૂરવાર ગણીને ૬-૬ વર્ષની જેલની સજા ફટકારી છે.
ભૈયુજી મહારાજે ૧૨ જુન,૨૦૧૮ના રોજ પોતાની રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી.કોર્ટનુ કહેવુ છે કે, ત્રણે આરોપીઓ ભૈયુજી મહારાજ પર દબાણ કરતા હતા. ભૈયુજી મહારાજની આત્મહત્યા બાદ આ ત્રણે આરોપીઓ વિનાયક, શરદ અને પલકની ૨૦૧૯માં ધરપકડ કરી હતી.
પોતાની સુસાઈડ નોટમાં ભૈયુજી મહારાજે વિનાયકનો ઉલ્લેખ કર્યો હતો.વિનાયક ૧૬ વર્ષથી ભૈયુજી મહારાજનો મુખ્ય સેવાદાર હતો. આત્મહત્યા બાદ શરુઆતમાં ભૈયુજી મહારાજની પુત્રી કુહુ અને બીજી પત્ની આયુષીના વિખવાદના કારણે ભૈયુજી મહારાજે આત્મહત્યા કરી હોવાની વાતો વહેતી થઈ હતી પણ પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ કે, ઉપરોક્ત ત્રણ આરોપીઓ ભૈયુજી મહારાજને બ્લેકમેલ કરી રહ્યા હતા.SSS