ભોજન વિતરણ કરવા નિકળેલા અને જાહેરનામાનો ભંગ કરતા ૮ ઇસમોની સામે ગુનો નોંધાયો
અમરેલી સિટી વિસ્તારમાં બોલેરો વાહનમાં આઠ માણસો સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી, માસ્ક-સેનિટાઈઝર વગર સેવાના નામે ભોજન વિતરણ કરવા નિકળેલ હોય જે જાહેરનામાનો ભંગ કરતા ૮ ઇસમો સામે અમરેલી સિટીમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવી હતી. નોવેલ COVID-19ની મહામારીને રોકવા માટે અમરેલી પોલીસ હંમેશા કટીબધ્ધ છે, તેવા સમયે લોકોને સોશિયલ ડિસટન્સ જાળવી રાખવા પોલિસ દ્વારા જણાવવામાં આવે છે. ટેમ્પામાં શાકભાજી લઈ જતાં ફેરિયાઓને પણ દૂર બેસવા માટે સમજાવાય છે. આમ છતાં પણ કેટલાંક લોકો સરકારી અમલની તકેદારી લેતા નથી જેને કારણે તંત્રને કડક બનવાની ફરજ પડે છે.