ભોજપુરી અભિનેત્રી અક્ષરાએ રસ્તા પર સુઇને પોઝ આપ્યો
મુંબઈ, ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે તેનાં ફેન્સ પ્રેમથી ભોજપુરીની શેરની અને બિહારની શાન જેવાં નામથી બોલાવે છે. જેટલી સારી તે સિંગર છે, એક્ટર છે તેટલી જ સારી તેની ફેશન સેન્સ છે. તે ઘણી વખત તેનાં ગ્લેમરસ લૂક અને ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે.
પણ હવે તે તેની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે. અક્ષરા સિંહે તેનાં ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે રસ્તા પર સુતા સુતા, બેસીને ઘણાં બધા પોઝ આપી ફોટો ક્લિક કરવાને છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ છે. અક્ષરા સિંહે ઇન્સ્ટાગ્રામ પર તેની જે તસવીર શેર કરી છે જેમાં તે કેઝ્યુઅલ આઉટફિટમાં નજર આવે છે. તેની તસવીરો જાેઇને અંદાજ લગાવી શકાય છે કે, તે ફોટો ક્લિક કરાવવાની કેટલી શોખીન છે.
અક્ષરાએ પોઝ અને તસવીરો ક્લિક કરવાં માટે સ્ટાઇલથી આ જાહેર ક્યું કે, તેને પોઝ આપવો અને ફોટો ક્લિક કરવી ખુબજ પસંદ છે પછી તે કોઇપણ જગ્યા કેમ ન હોય. એક્ટ્રેસે ફોટો શેર કરતાની સાથે કેપ્શનમાં લખ્યું છે, મૌસમ મૌસમ સુહાના બડા મૌસમ આપનો ફેવરેટ પંસદ કરો.
આ મને ખુબ પસંદ છે.’ જે બાદ સોશિયલ મીડિયા પર ફેન્સની કમેન્ટ્સ પર કમેન્ટ્સ આવવા લાગી. અક્ષરા સિંહની તસવીરોની અંગે જ્યારે અમે આપને આ ખબર જણાવી રહ્યાં છે ત્યાં સુધીમાં જ તેની તસવીરોને ૭૫,૦૦૦થી વધુ લઇક્સ મળી ગઇ છે. અને ફેન્સ તેમની ચહેરી એક્ટ્રેસનાં દિલ ખોલીને વખાણ કરી રહ્યાં છે.
આપને જણાવી દઇએ કે, અક્ષરા સિંહ જલ્દી જ TIPSની સાથે ધમાલ મચાવશે. તેણે ગિરીશ કુમારની સાથે ખાસ મુલાકાત કરી અને તસવીરો પણ શેર કરી હતી. અને લખ્યું હતું કે, તે જલ્દી જ આવી રહી છે. અક્ષરાની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.SSS