ભોજપુરી સિને સ્ટાર મનોજ તિવારી દીકરીના પિતા બન્યા
નવી દિલ્હી: બીજેપીના પૂર્વ દિલ્હી અધ્યક્ષ અને સતત બીજી વાર સાંસદ બનેલા ભોજપુરી એક્ટર-સિંગર મનોજ તિવારી પિતા બની ગયા છે. તેમના ઘરે બાળકીનો જન્મ થયો છે. બીજેપી સાંસદે જાતે તેની ખુશખબરી પોતાના પ્રશંસકો અને સમર્થકોને શૅર કરી છે.
મનોજ તિવારીએ ટ્વીટ કર્યું કે, ‘મેરે ઘર આઇ એક નન્હી પરી મુજે બેટી હુઇ હૈ જય જગદંબે. મનોજ તિવારીના ઘરે આ ખુશખબરી બુધવારે આવી. બીજેપી નેતાએ જેવી આ ખુશખબરી ટ્વીટર પર શૅર કરી તો શુભેચ્છા આપનારાઓનું જાણે પૂર આવી ગયું. તેમના પ્રશંસક અને સમર્થક તેમેને પોતપોતાની રીતે શુભેચ્છાઓ આપવા લાગ્યા. એક પ્રશંસકે લખ્યું કે, ભાઈ, આપને ખૂબ-ખૂબ શુભેચ્છા. મા જગદંબાના આશીર્વાદ આપ સૌ પર સદાય રહે.
આવા જ એક અન્ય સમર્થકે શુભેચ્છા આપતા ટ્વીટ કર્યું કે, અભિનંદન! નવ વર્ષના મંગળ અવસર પર ઘરમાં લક્ષ્મીજી આવ્યા છે. એક અન્ય વ્યક્તિએ લખ્યું કે, અભિનંદન સર. હું આપને લઈને ખૂબ જ ખુશ છું. ઈશ્વરના આશીર્વાદ આપને અને આપની નાનકડી પરીની સાથે હંમેશા બનેલા રહે.
બીજેપી સાંસદે જેવી આ ખુશખબરી શૅર કરી, ટ્વીટર પર તેને હજારો લાઇક્સ મળી રહી છે. લાઇક્સની વાત કરીએ તો લગભગ ૩૦ હજાર લોકોએ મનોજ તિવારીના ટ્વીટને લાઇક કર્યું જ્યારે એક હજારથી વધુ રિટ્વીટ કરવામાં આવ્યું.
નોંધનીય છે કે, મનોજ તિવારીએ ઉત્તર પ્રદેશથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે સપાની ટિકિટ પર ગોરખપુરથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ ઉત્તર પ્રદેશના જ હાલના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારબાદ તેઓ બીજેપીમાં સામેલ થઈ ગયા હતા. તેમને વર્ષ ૨૦૧૪માં ઉત્તર-પૂર્વ દિલ્હીથી બીજેપીએ ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા અને તેઓ લોકસભાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પણ તેઓએ જીતી હતી.