Western Times News

Gujarati News

ભોલાવની કંપનીમાં નોકરી કરતી યુવતીને વિધર્મી યુવકે માર મારતા પોલીસ ફરિયાદ

કંપની ઉપર પહોંચી વિધર્મી યુવકે આદિવાસી બે સંતાનની વિધવા માતાને માતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા.

વિધર્મી યુવક આદિવાસી યુવતીને માર મારી હાથ પકડી ખેંચી માર મારતો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ : આદિવાસી યુવતીને માર મારવાની ઘટનામાં 181 અભયમ ટીમને કંપની સત્તાધીશોએ જાણકારી.

હારૂન હુસેન રજાક ખાનગી એમ્બ્યુલન્સ ઉપર ડ્રાઇવિંગ તરીકે નોકરી કરતો હોવાનો ઘટસ્ફોટ : પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સામે છેડતી મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જિલ્લાના ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ તુષાર ટ્રાન્સફોર્મર બનાવતી કંપનીમાં નોકરી ઉપર રહેલી બે સંતાનની વિધવા માતા ઉપર વિધર્મી યુવકે ધસી આવી સુપરવાઇઝરને બહાર બોલાવ તેવી ધમકી આપી આદિવાસી યુવતીને લાફાવાળી કરી ઢીકાપાટુનો માર મારતા સમગ્ર મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચતા પોલીસે વિધર્મી યુવક વિરુદ્ધ છેડતી મારી જાનથી મારી નાખવા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી હતી.ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદ અનુસાર ફરિયાદી વિધવા મહિલા ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ તુષાર ટ્રાન્સફોર્મર બનાવતી કંપનીમાં નોકરી કરે છે

અને તેણીની નોકરી ઉપર હતી તે દરમિયાન તેના વિધર્મી મિત્રએ આવી તારી સુપરવાઇઝરને બોલાવ કહી ભારે હોબાળો મચાવ્યો હતો અને વિધર્મી યુવકે આદિવાસી ફરિયાદી વિધવા મહિલાને કંપનીની બહાર જ લાફાવાળી કરી તેનો હાથ ખેંચી તેણીને તમાચા મારવા લાગેલ જેના કારણે કંપનીમાં ખળભળાટ મચી ગયો હતો હવે કંપની સત્તાધીશોએ સમગ્ર ઘટનાની જાણ ૧૮૧ અભયમ તેમને કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.વિધવા મહિલા જ્યાં નોકરી કરતી હતી.

તે કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં યુવક હારૂન હુસેન રજાક નામનો યુવક આદિવાસી વિધવા મહિલાને તે કંઈ બોલે તે પહેલાં તેને તમાચા મારવા લાગેલ ત્યાંથી તેનો ગુસ્સો ન અટકતા વિધવા મહિલાને તેનો હાથ ખેંચી તેણીને ગાલ ઉપર તમાચા મારી રહ્યો હોવાની ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થાય છે વિધવા મહિલાને માર મારતા સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો અને વિધવા મહિલાએ પોતાની ફરિયાદ નોંધાવી હતી.

જેમાં યુવક હારૂન હુસેન રજાક સામે આઈપીસીની કલમ છેડતી મારામારી જાનથી મારી નાખવાની ધમકી તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હારું હુસેન રજાકને ઝડપી પાડયો હતો.અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વિધર્મી યુવકે આદિવાસી વિધવા મહિલાને માર મારવાની ઘટનાનો સીસીટીવી ફૂટેજ સતત સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થતા વિધર્મી યુવક સામે લોકોમાં ફીટકાર વરસી હતી પોલીસે હાલ તો યુવકની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.