ભ્રષ્ટાચારની છત ધરાશાયી : માલપુર કાસવાડા હજુ પંચાયતનું મકાન બની રહ્યું છે ને છત અને સીડી તુટી પડ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/10-3-1024x559.jpeg)
અરવલ્લી જીલ્લામાં વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમો ઉઠી રહી છે વિકાસના કામોની ગ્રાન્ટમાંથી બારોબાર ૪૦ ટકા રકમ સરકારી બાબુઓના ખિસ્સામાં જતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે જીલ્લામાં કોઈ રણીધણી જ ન હોય તેમ વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર આદરી કોન્ટ્રાકટર અધિકારીઓ તેમજ સ્થાનીક પદાધિકારીઓની મીલીભગત થી હલકી કક્ષાના ગુણવત્તા વગરના કામો કરવામાં આવી રહ્યા છે જીલ્લામાં છેલ્લા ૧૦ વર્ષમાં ગ્રાન્ટમાંથી થયેલ વિકાસના કામોની વીજલીન્સ દ્વારા તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે તો નવાઈ નહિ…!!
માલપુર તાલુકાના કાસવાડા ગામમાં ગ્રામ પંચાયત ભવનનું નવ નિર્માણ થઇ રહેલા મકાનની કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોય તેમ પ્રથમ વરસાદમાં જ છત અને સીડી તૂટી પડતા કોન્ટ્રાકટર પંચાયત ભવનના મકાનના નિર્માણમાં હલકી કક્ષાનું મટેરીયલ વાપર્યું હોવાની બૂમો ઉઠી રહી છે પંચાયત ભવનનું મકાન હજુ તો નિર્માણ પણ નથી થયું ને ધરાશાયી થતા લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે પંચાયત ભવનના નિર્માણ સમયે સરકારી બાબુઓની પણ મીલીભગત હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે
કાસવાડામાં નવીન બની રહેલા પંચાયત ભવનની છત અને સીડી તૂટી પડતા આ અંગે માલપુર તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયતના તલાટીનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા છતાં પ્રયત્ન થઇ શક્યો ન હતો
ભ્રષ્ટાચારરૂપી પંચાયત ભવનનું નિર્માણ કરનાર કોન્ટ્રાકટર અને જવાબદાર અધિકારીઓ સામે વિજીલન્સ ટીમ દ્વારા તપાસ કરી ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેની લોક માંગ પ્રબળ બની છે