મંગળપુર ખાતે ક્ષત્રિય સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

મહુધા, મહુધા તાલુકાના મંગળપુર ગામે ક્ષત્રિય સમાજના નવયુવાનો દ્વારા આયોજન કરી તેમજ મહુધા મત વિસ્તારના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ નટવરસિંહ પરમારના આર્થિક સપોર્ટથી સમિતિનો ચાલુ વર્ષનો ૯મો સમૂહલગ્ન મહોત્સવ યોજાયો.
આ સમૂહ લગ્નમાં ૮પ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા. ક્ષત્રિય સમાજના નવયુવાનોની મહેનત તથા ઈન્દ્રજીતસિંહ (બાપુ) અને તેમના પરિવારની આર્થિક મદદથી સમાજના દાતાઓના દાનથી આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
સમિતિના હોદ્દેદારો દ્વારા અને મહુધા મત વિસ્તારના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે નવયુગલોને આર્શીવાદ આપ્યા હતા. જેમાં આ પ્રસંગે માજી ધારાસભ્ય નટવરસિંહ (બાપુ), મહુધા મત વિસ્તારના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર વગેરેએ ૮પ નવયુગલોને આશીર્વાદ આપી આ લગ્ન મહોત્સવને સફળ બનાવ્યો હતો.