Western Times News

Gujarati News

મંગળસૂત્રની સરખામણી કુતરાની ચેઇન સાથે કરી

નવી દિલ્હી, ગોવા લો કોલેજની એક આસિસ્ટેન્ટ પ્રોફેસર શિલ્પા સિંહ સામે ઇરાદાપૂર્વક ધાર્મિક ભાવનાઓને દુઃખ પહોંચાડવાના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર રાષ્ટ્રીય હિન્દુ યુવા વાહિની ગોવા યૂનિટના રાજીવ ઝાએ નોંધાવી છે. આસિસ્ટેન્ટ પ્રોફેસર શિલ્પા સિંહે આ વર્ષ ૨૧ એપ્રિલના સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર એક પોસ્ટ લખી, જેમાં તેણે પિતૃ સત્તા અને સિદ્ધાંતોને પડકાર આપતા મંગળસૂત્રની સરખામણી કુતરાની ચેન સાથે કરી કરી હતી.

પોંડા, સાઉથ ગોવાના રહેવાસી રાજીવ ઝાએ તેની આ પોસ્ટ સામે ગોવા પોલિસમાં એફઆઈઆર નોંઘાવી હતી. ઝાએ આરોપ લગાવ્યો છે કે, શિલ્પા સિંહે હિન્દુ ધર્મને લઇને સોશિયલ મીડિયા પર અપમાનજનક કોમેન્ટ કરી છે અને ધાર્મિક ભાવનાનો મજાક ઉડાવ્યો છે. તો બીજી તરફ શિલ્પા સિંહે પણ પોલીસ પાસે સુરક્ષા માંગી, તેને કહ્યું કે, તેને સોશિયલ મીડિયા પર ધમકી ભર્યા મેસેજ આવી રહ્યાં છે અને તેના જીવને જોખમ છે તેથી તેને સુરક્ષા આપવામાં આવે. આ મામલે શિલ્પા સિંહની વિરુદ્ધ એવીબીપીએ પણ કોલેજમાં ફરિયાદ કરી હતી, જેના પર કોલેજે કોઇપણ એક્શન લેવાનો ઇન્કાર કર્યો છે.

એબીવીપીએ આરોપ લગાવ્યો હતો કે પ્રોફેસર શિલ્પા સિંહ એક ધર્મ વિશેષ વિરુદ્ધ સમાજમાં નફરતના વિચાર ફેલાવી રહી છે. એબીવીપીની માંગ હતી કે, તેમને તાત્કાલીક હટાવવામાં આવશે. ફરિયાદકર્તા રાજીવ ઝાએ કહ્યું કે, તે એબીવીપીના કેસ વિશે જાણે છે, પરંતુ તેઓ આ પાર્ટીમાં નથી. તેમણે ફરિયાદ વ્યક્તિગત ક્ષમતાના આધારે નોંધાવી છે. નોર્થ ગોવાના એસપી ઉત્કૃષ્ઠ પ્રસૂનને આ મામલે કહ્યું કે, ફરિયાદના આધારે પ્રોફેસર શિલ્પા સિંહ અને રાજીવ ઝાની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

જો કે, પોતાના ફેસબુક પોસ્ટ પર બબાલ છેડાયા બાદ પ્રોફેસર શિલ્પા સિંહએ માફી પણ માંગી, તેણે લખ્યું કે, મારી વાતને ખોટી રીતે લેવામાં આવી, હું તે તમામ મહિલાઓની માફી માંગુ છું કે, જેમને મારી પોસ્ટથી દુઃખ થયું. તેણે વધુમાં લખ્યું કે, બાળપણથી જ હું હમેશાં આ સવાલ વિચારતી હતી કે, લગ્ન બાદ મેરિટલ સ્ટેટસનો સિમ્બોલ માત્ર મહિલાઓ માટે કેમ જરૂરી છે. પુરૂષો માટે કેમ નહીં. આ જોઇને નિરાશ છું કે મારા વિશે ખોટા વિચાર ફેલાવવામાં આવ્યા કે હું એક અધાર્મિક અને ભગવાનથી નફરત કરનારી નાસ્તિક છું. જ્યારે આ સત્યથી દૂર છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.